મનોરંજન

સાઉથની સમંથા હવે આ અભિનેતા સાથે કરશે કામ?

મુંબઈઃ અલ્લુ અર્જુનની જાણીતી ફિલ્મ પુષ્પાથી જાણીતી બનેલી સમંથા આજકાલ ચર્ચામાં છે. હવે દરેક અભિનેતા જ નહીં, પરંતુ ડાયરેક્ટર પણ તેને ફિલ્મમાં લેવા માગે છે. ધ ફેમિલી મેન ટૂમાં પોતાની આગવી ભૂમિકા ભજવનારી સમંથા હવે નવા અભિનેતા સાથે કામ કરવાની અટકળો ચાલી રહી છે.

પુષ્પા ફિલ્મમાં ઉ અંટાવામાં ગીતથી જાણીતી બનેલી સમંથા રૂથ પ્રભુ બોલીવૂડના ભાઈજાન સલમાન ખાન સાથે કામ કરવાની અટકળો વ્યક્ત કરવામાં આવી રહી છે. સમંથાએ ઈન્સ્ટાગ્રામ લાઈવ સેશન પર આ વાતનો ખુલાસો કર્યો હતો.
સમંથાએ તેના ઈન્સ્ટાગ્રામ લાઈવ સેશનમાં કહ્યું હતું કે મેં હજુ સુધી કોઈ ભવિષ્યના પ્રોજેક્ટ માટે કોઈ પ્લાન નથી બનાવ્યો. હવેથી હું દરેક પ્રોજેક્ટને કાળજીપૂર્વક પસંદ કરીશ. હું ચોક્કસપણે એવા રોલ કરવા માંગુ છું જે મને મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર લઈ જાય. જ્યાં સુધી મને એવો રોલ ન મળે ત્યાં સુધી મને લાગે છે કે હું જે કરી રહી છું તે ઠીક છે. મારી પાસે અત્યારે કોઈ પ્લાન નથી.

તાજેતરમાં જ તેની ફિલ્મ ‘ખુશી’ સ્ક્રીન પર રિલીઝ થઈ હતી, પરંતુ સમંથા ફિલ્મી દુનિયામાંથી બ્રેક લે તે પહેલા આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું હતું. બીમારીના કારણે બ્રેક લીધા બાદ સમંથા બોલિવૂડ એક્ટર વરુણ ધવન સાથે વેબ સિરીઝ ‘સિટાડેલ ઈન્ડિયા’માં જોવા મળશે.

સમંથા પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને લઈને હંમેશા હેડલાઈન્સમાં રહે છે. સમંથાએ અગાઉ જાહેરાત કરી કે તેણે ફિલ્મી દુનિયામાંથી થોડો બ્રેક લેવાની પણ જાહેરાત કરી હતી. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારી સમંથાએ તાજેતરમાં બીજી એક પોસ્ટ પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, જેમાં સમંથા સફેદ અને ગુલાબી ડ્રેસમાં પાઉટ સાથે પોઝ આપતી જોવા મળે છે.

સમંથાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી હતી, જેમાં સનરાઈઝ સાથેના બોલ્ડ ફોટોગ્રાફ શેર કરતા નથિંગ એલ્સ મેટર એમ લખ્યું હતું. લાખો લાઈક કરવાની સાથે હજારો લોકોએ તેના પર કમેન્ટ કરી હતી.

ફિલ્મોમાં જ નહીં, પરંતુ સોશિયલ મીડિયા પર પોતાના વેકેશનના ફોટોગ્રાફ શેર કરીને હંમેશાં ચર્ચામાં રહે છે, જ્યારે તેની ફેન એન્ડ ફોલોઈંગની સંખ્યા મોટી છે. તમારી જાણ ખાતર જણાવી દઈએ કે સમંથાના ઈન્સ્ટાગ્રામ પર 29 મિલિયનથી વધુ ફોલોઅર્સની સંખ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button