Friendship day: એક મસ્ત મજાનો મિત્ર સારા ડોક્ટરની ગરજ સારે છેઃ આમ રિસર્ચ પણ કહે છે | મુંબઈ સમાચાર

Friendship day: એક મસ્ત મજાનો મિત્ર સારા ડોક્ટરની ગરજ સારે છેઃ આમ રિસર્ચ પણ કહે છે

પૈસા કે પ્રતિષ્ઠા નહીં પરંતુ નજીકના સંબંધો તમને વધારે ખુશ અને સ્વસ્થ રાખે છે

આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2011માં આ દિવસની જાહેરાત કરવામાં આવી હતી. મિત્રતાએ દરેક સંબંધોથી પરે છે. કારણે કે, આમાં કોઈ સ્વાર્થ વિના એકબીજા સાથે સંબંધ રાખવામાં આવે છે.

ભારતમાં તો માત્ર ચા પર બેઠા હોઈએ તો પણ એક શ્રેષ્ઠ મિત્રતા બંધાઈ જતી હોય છે. જીવનમાં સૌથી કિંમતી સંબંધોમાં મિત્રતાની ગણના થતી હોય છે. મિત્રતા માત્ર સાથે રહેવા કે ફરવા માટે જ નથી હોતી. મિત્રતાના અનેક ફાયદાઓ પણ છે.

આપણ વાંચો: Happy Friendship Day: આ છે બોલીવૂડના બેસ્ટ ફ્રેન્ડ્સ, જેના વિશે આપણે ઓછું જાણીએ છીએ

જીવનમાં સૌથી કિંમતી સંબંધ એટલે મિત્રતા

એક રિસર્ચ પ્રમાણે જો સારી મિત્રતા હોય તો તે સ્વાસ્થ્ય માટે ખાસ કરીને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ અસરકારક સાબિત થાય છે. વ્યક્તિ ગમે એટલો ચિંતામાં હોય પરંતુ તે પોતાના મનની વાત, દુઃખની વાત હંમેશા મિત્ર સાથે શેર કરતો હોય છે.

સામે મિત્ર પણ એટલો જ ઉદાર અને બિંદાસ હોય છે કે માત્ર ચા પીતા પીતા જ તેની સમસ્યાનું સમાધાન શોધી કાઢે છે. એક અધ્યન એવું પણ કહે છે કે, પૈસા કે પ્રતિષ્ઠા નહીં પરંતુ નજીકના સંબંધો તમને વધારે ખુશ અને સ્વસ્થ રાખે છે.

આપણ વાંચો: Happy Friendship Day: આ છે Mukesh Ambaniની બેસ્ટ ફ્રેન્ડ, લૂંટાવવા તૈયાર છે કરોડો રૂપિયા…

વૃદ્ધોને શા માટે વધારે સ્વાસ્થ્યની સમસ્યાઓ રહે છે?

તમને ખબર છે કે, વૃદ્ધોને શા માટે વધારે સ્વાસ્થ્યની સમસ્યાઓ રહે છે? આનું કારણે એકલતા હોવાનું જણાય છે. કારણે કે, એકલતા વ્યક્તિને અંદરથી કોરી ખાય છે. જે વ્યક્તિ વધારે એકલતા અનુભવતો હોય તે માનસિક રીતે સૌથી વધારે પરેશાન હોય છે.

જેના માટે એક સારો અને શ્રેષ્ઠ મિત્ર હોવો ઘણો જરૂરી છે. નવા મિત્રો બનાવવા અને હાલની મિત્રતા જાળવી રાખવાથી વધુ સામાજિક બનવું સરળ બને છે કારણ કે મિત્રતામાં ઘણીવાર એકલા અથવા જૂથ સાથે પ્રવૃત્તિઓ કરી શકતા હોવ છે. જેથી તમે ક્યારે એકલતા નથી અનુભવતા.

આપણ વાંચો: Happy Friendship Day : આજે જે મહાન ગાયકનો જન્મદિવસ છે તેમણે દોસ્તી માટે આપ્યા છે યાદગાર ગીતો

મિત્ર રાખવાના ફાયદા કેટલા છે?

મિત્રો તમને પોતાનાપણું અને હેતુની ભાવના આપે છે
મિત્રો તમારી ખુશીમાં વધારો કરે છે અને તણાવ ઘટાડે છે
મિત્રો તમારામાં આત્મવિશ્વાસ અને આત્મગૌરવની ભાવના વધારે છે
છૂટાછેડા, ગંભીર બીમારી, નોકરી ગુમાવવી અથવા કોઈ પ્રિય વ્યક્તિનું મૃત્યુ જેવા મુશ્કેલ સમયે મિત્રો પડખે ઊભા રહે છે
તમારા માટે હાનિકારક હોય તેવી સ્થિતિથી તમને દૂર રાખે છે
મિત્રો તમારી એકલતાને દૂર કરે છે, અને સારાનરસાનો સાથ આપે છે
ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ મિત્રો આપણો સાથ આપે છે

વ્યક્તિના સ્વાસ્થ્ય માટે મિત્રતા મોટી ભૂમિકા ભજવે છેઃ રિસર્ચ

એક રિસર્ચ રિપોર્ટ પ્રમાણે મિત્રો તમારા સમગ્ર સ્વાસ્થ્ય માટે મોટી ભૂમિકા ભજવે છે. ખાસ કરીને પુખ્ય વયના લોકો માટે મિત્રતા એક આયુર્વેદ જેવું કામ કરે છે. જે વૃદ્ધ વયના લોકો પાસે મિત્રો વધારે હોય છે તેમનું સ્વસ્થ સારૂ રહે છે અને તેઓ તેમના સાથીદારો કરતાં વધુ લાંબુ જીવે છે.

એટલે મિત્રો એવા રાખવા જે છેલ્લા શ્વાસ સુધી પણ તમારી સાથે ચાની ચૂસકી લઈ શકે. પરંતુ બને એવું છે કે, જિંદગીની ભાગદોડ અને જવાબદારીઓમાં મિત્ર ક્યાય પાછળ રહી જાય છે. એ વાત સાચી છે અત્યારે સમય સાથે અપડેટ રહેવું જરૂરી છે પરંતુ થોડો સમય કાઢીને મિત્રો સાથે બેસી સુખદુઃખની વાતો કરવી જોઈએ.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button