Happy Friendship Day: આ છે Mukesh Ambaniની બેસ્ટ ફ્રેન્ડ, લૂંટાવવા તૈયાર છે કરોડો રૂપિયા… | મુંબઈ સમાચાર
નેશનલસ્પેશિયલ ફિચર્સ

Happy Friendship Day: આ છે Mukesh Ambaniની બેસ્ટ ફ્રેન્ડ, લૂંટાવવા તૈયાર છે કરોડો રૂપિયા…

આજે દુનિયાભરમાં લોકો ફ્રેન્ડશિપ ડે ઉજવી રહ્યા છે ત્યારે દુનિયાના ધનવાન વ્યક્તિમાંથી એક એવા મુકેશ અંબાણી (Mukesh Ambani) ના બેસ્ટ ફ્રેન્ડ કોણ છે એ જાણવાની તાલાવેલી થાય એ સ્વાભાવિક છે.

હાલમાં જ દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચંટ (Anant Ambani-Radhika Merchant)ના લગ્નમાં ખુદ મુકેશ અંબાણીએ પોતાના બેસ્ટ ફ્રેન્ડનું નામ જણાવ્યું હતું. એટલું જ નહીં પણ તેમણે તો એવું પણ કહ્યું હતું કે તે તેમના બેસ્ટ ફ્રેન્ડ પાછળ કરોડો રૂપિયા લૂંટાવવા તૈયાર છે. ચાલો આજે તમને જણાવીએ કોણ છે મુકેશ અંબાણીના ખાસ મિત્ર…

વાત જાણે એમ છે કે મુકેશ અંબાણીએ અનંત રાધિકાના લગ્નમાં આપેલી સ્પીચમાં જણાવ્યું હતું કે તેમની બેસ્ટ ફ્રેન્ડ બીજું કોઈ નહીં પણ નીતા અંબાણી છે. આજે તેઓ જે કંઈ પણ છે તે નીતા અંબાણીને કારણે જ છે. અનંત અને રાધિકાની હસ્તાક્ષર સેરેમનીમાં આ બાબતે ખુલાસો કર્યો હતો.

મુકેશ અંબાણીએ એવું પણ કહ્યું હતું કે મારા જીવનમાં નીતા જ એ વ્યક્તિ છે કે જેમના માટે તેમણે આ બધી સિદ્ધિઓ હાંસિલ કરી છે. હું નીતા જ પાસેથી શીખ્યો છું કે બીજા કેવી રીતે એકબીજાનું સન્માન કરવું.

પોતાની સ્પીચમાં મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે નીતા મારા જીવનનો આધાર છે. તેઓએ મને બનાવ્યો છે જે આજે હું છું. તે માત્ર મારી લાઈફ પાર્ટનર નથી, તે જ મારી માર્ગદર્શક પણ છે. હું નીતા પાસેથી જ હું શીખ્યો છું કે જીવનમાં પરિવાર કરતાં વધુ મહત્ત્વનું કંઈ નથી. હું આજે કહેવા માંગુ છું કે તે જ મારી બેસ્ટ ફ્રેન્ડ છે અને હું તેના માટે કંઈ પણ કરી શકું એમ છું…

અત્રે ઉલ્લેખનીય છે કે નીતા અંબાણી અને મુકેશ અંબાણીના લગ્નને 40 વર્ષ થઈ ગયા છે અને વર્ષોથી બંને જણ જીવનના દરેક તબક્કે એકબીજાની સાથે ખભેખભા મિલાવીને ચાલે છે.

Back to top button