બિલાડી, ઉંદર, વાંદરો જેવા પ્રાણી કરડે તો શું કરવું? જાણો તાત્કાલિક ઉપચાર અને સાવચેતીના પગલાં...
સ્પેશિયલ ફિચર્સ

બિલાડી, ઉંદર, વાંદરો જેવા પ્રાણી કરડે તો શું કરવું? જાણો તાત્કાલિક ઉપચાર અને સાવચેતીના પગલાં…

Treatment for animal bites: આપણી આસપાસ વ્યક્તિને શ્વાન કરડવાની ઘટનાઓ બનતી હોય છે. શ્વાન કરડવાના સંજોગોમાં વ્યક્તિએ હડકવાના ઈન્જેક્શન લેવા પડે છે. અન્યથા પીડિત વ્યક્તિને લાંબાગાળે હડકવા થઈ શકે છે.

જોકે, શ્વાનનું કરડવું સામાન્ય વાત છે, પરંતુ શ્વાસ સિવાય બિલાડી, ઉંદર, છિપકલી, વાંદરા જેવા પ્રાણીઓ પણ માણસોને કરડતા હોય છે. આવા પ્રાણીઓ કરડે તો શું કરવું જોઈએ? આવો જાણીએ.

ઘરમાં ફરતાં 3 પ્રાણીઓથી સાવધાન રહેવું
ઉંદરને ઘરમાં કોઈ પાળતું નથી. પરંતુ ઉંદર ઘરમાં આવી જાય છે. ઘરમાં આવતા ઉંદરને ભગાડવા માટે લોકો ઘણીવાર તેના પર લાકડી કે અન્ય વસ્તુ વડે હુમલો કરતા હોય છે. એવા સંજોગોમાં ઉંદર આક્રમક બની જાય છે અને બચકું ભરી લે છે. ઉંદરના દાંત બહુ તિક્ષ્ણ હોય છે. તે ચામડી ચીરીને લોહી કાઢી શકે છે.

સામાન્ય રીતે ઉંદરના કરડવાથી છિદ્ર જેવો ઘા થઈ જાય છે. રોગ નિયંત્રણ કેન્દ્રના જણાવ્યાનુસાર, ઉંદર કરડવાથી હડકવા થતો નથી. પરંતુ પીડિત વ્યક્તિને તાવ, ઉલ્ટી, માથાનો દુખાવો, સ્નાયુઓ તથા સાંધામાં દુખાવો અથવા સોજો આવવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. તબીબી અભ્યાસ મુજબ એક વ્યક્તિને ઉંદર કરડ્યો હતો, ત્યારે તેને 10 મિનિટમાં આખા શરીરે ખંજવાળ ઉપડી હતી.

ત્યારબાદ તેના હાથ પર દાણી નિકળી આવ્યા હતા. તેનો હોઠ પર સોજો આવી ગયો હતો. આ સિવાય તેને ચક્કર પણ આવવા લાગ્યા હતા. જોકે, હૉસ્પિટલમાં દાખલ કર્યાના આઠ કલાક બાદ તે વ્યક્તિમાં ઉંદર કરડવાની અસરના લક્ષણો ઓછા થયા હતા.

ઉંદર હોય ત્યાં બિલાડી આવી જાય છે. જોકે, બિલાડી એ શ્વાન પછીનું બીજા નંબરનું પાલતું પ્રાણી છે. પરંતુ ઘણીવાર ઘરમાં ફરતી બિલાડી વ્યક્તિને બચકાં ભરી લે છે. બિલાડીના મોંમાં પાસ્ચરેલા, બાર્ટોનેલા હેન્સેલ જેવા બેક્ટેરિયા તથા કીટાણુઓ હાજર હોય છે.

જ્યારે તે તેના તિક્ષ્ણ દાંત વડે બચકું ભરે છે, ત્યારે ઊંડો ઘા પડી જાય છે. બિલાડી કરડ્યાના 3-6 કલાકમાં ઘા પર સોજો આવવો, દુખાવો થવો, તાવ આવવો જેવા સામાન્ય લક્ષણો જોવા મળે છે. પરંતુ કેટલાક ગંભીર સંજોગોમાં ઘાથી સેપ્સિસ, ગ્રંથીમાં સોજો, હાડકાંમાં સંક્રમણ થઈ શકે છે.

સામાન્ય રીતે ઘરની દીવાલ પર ફરતી છિપકલી માણસોથી ડરીને દૂર ભાગે છે. પરંતુ ગિલા મોન્સ્ટર અથવા મેક્સિકન બીડેડ છિપકલી ઝેરી હોય છે. જો આવી છિપકલી કરડે તો તબીબી સારવાર લેવી પડે છે. સામાન્ય રીતે છિપકલીનું કરડવું જીવલેણ હોતું નથી. પરંતુ દુખાવો, સોજો આવવો, સંક્રમણ કથા એલર્જી થવા જેવા લક્ષણો જોવા મળી શકે છે.

તાત્કાલિક તબીબી સારવાર જીવ બચાવશે
ઝાડ તથા અગાસી પર વિચરણ કરતા વાંદરા ઘણીવાર ખોરાકની શોધમાં ઘરમાં પ્રવેશતા હોય છે. ઘણીવાર કોઈ વ્યક્તિના હાથમાં ખાવાની વસ્તુ હોય તો તેને પણ વાંદરા ખેંચી લેવા હોય છે. આવા સંજોગોમાં વાંદરા બચકા પણ ભરી લેતા હોય છે. શ્વાનની જેમ વાંદરાના કરડવાથી પણ હડકવા અને અન્ય જીવાણુઓનું સંક્રમણ થવાનું જોખમ રહે છે.

ઉપરોક્ત કોઈપણ પ્રાણી કરડે તો સૌપ્રથમ ઘાને ગરમ પાણી અને સાબુથી ઓછામાં ઓછી 15 મિનિટ સુધી સારી રીતે ધોવો જોઈએ. લોહીને વહેતું અટકાવવા માટે પાટો બાંધવો જોઈએ. બિલાડી અને ઉંદરના કરડવાના સંજોગોમાં તમે ઘા ધોયા બાદ એન્ટિસેપ્ટિક ક્રીમ પણ લગાવી શકો છો. જોકે, આટલું કર્યા બાદ તરત ડૉક્ટર પાસે જવું જોઈએ. જેથી ડૉક્ટર તમારી સારી રીતે સારવાર કરી શકે.

(ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપેલી તબીબી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. મુંબઈ સમાચાર તેની પુષ્ટી કરતું નથી.)

આ પણ વાંચો…રખડતા કૂતરા કરડે તો દરેક દાંતના નિશાન પર સરકાર આપશે આટલું વળતર

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button