વડોદરા: શહેરમાં ખુદ પતિએ જ તેની પત્નીએ ગુજરાત પૂર્વ ગૃહ પ્રધાન વિપુલ ચૌધરી સાથેના આડસબંધો હોય અને આથી તેમની પત્ની અંકિતા મિશ્રાએ વિપુલ ચૌધરી સાથે મળીને દૂધસાગર ડેરીમાં કૌભાંડ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. તે ઉપરાંત ફરિયાદીનો આરોપ છે કે તેમની પત્નીએ પિતા તરીકે તેમની ઓળખ છુપાવવા અને ભવિષ્યમાં ગેરકાનૂની રીતે દેશ છોડી ભાગી જવાના ઈરાદાથી બંને દીકરીઓના શાળાના રેકોર્ડમાં પિતાનું નામ કાઢી નાખ્યું છે. આ સાથે જ દીકરીઓની અટક મિશ્રાને બદલે ચૌહાણ કરી ખોટા દસ્તાવેજો ઊભા કરવામાં આવ્યા છે.
વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા અભિષેક કુમાર મિશ્રાએ પોતાની પત્ની અંકિતા ચૌહાણ અને વિબગ્યોર સ્કૂલના માલિક રૂસ્તમ કેરાવાલા સહિતના સંચાલકો વિરુદ્ધ અટલાદરા પોલીસ સ્ટેશનમાં ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીનો આરોપ છે કે તેમની પત્નીએ પિતા તરીકે તેમની ઓળખ છુપાવવા અને ભવિષ્યમાં ગેરકાનૂની રીતે દેશ છોડી ભાગી જવાના ઈરાદાથી બંને દીકરીઓના શાળાના રેકોર્ડમાં પિતાનું નામ કાઢી નાખ્યું છે. આ સાથે જ દીકરીઓની અટક મિશ્રાને બદલે ચૌહાણ કરી ખોટા દસ્તાવેજો ઊભા કરવામાં આવ્યા છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરિયાદી અને અંકિતા મિશ્રાના લગ્ન 2011માં થયા હતા અને હાલ તેને સંતાનમાં બે દીકરીઓ છે. જો કે 2019માં ફરિયાદીના પરિવાર સાથે દુર્વ્યવહાર કરીને અંકિતા ગુજરાતના પૂર્વ ગૃહ પ્રધાન વિપુલ ચૌધરી સાથે રહેવા જતી રહી હતી. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે વિપુલ ચૌધરી સાથે અંકિત મિશ્રાને અનૈતિક સબંધો હોવાથી તેને ગુડગાવથી મહેસાણા દૂધસાગર ડેરીમાં બોલાવવામાં આવી હતી. અહી તે માર્કેટિંગ ડીપાર્ટમેન્ટમાં ગેરીકાયદે યુવાન છોકરીઓની ભરતી કરતી હોવાનો આક્ષેપ કયો હતો.
ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે બંનેએ મળીને મોટું કૌભાંડ આચર્યું હતું અને ગરીબોના પૈસા પડાવી લીધાનો પણ આક્ષેપ થયો હતો. આ કૌભાંડની જાણ સરકારને થઈ ત્યારે કાર્યવાહી કરીને વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવેલી અને અંકિતા મિશ્રાને ડેરીમાંથી કાઢી નાખવામાં આવેલ. ફરિયાદીની બંને દીકરીઓ અગાઉ મહેસાણાની સ્કૂલમાં અભ્યાસ કરતી હતી, જ્યાં તેમના પિતા તરીકે અભિષેક મિશ્રાનું નામ નોંધાયેલું હતું. જોકે, ૨૦૨૧માં વડોદરાની વિબગ્યોર સ્કૂલમાં એડમિશન મેળવતી વખતે સ્કૂલ મેનેજમેન્ટ અને પત્નીએ મેળાપીપણું કરીને અગાઉના લિવિંગ સર્ટિફિકેટ (LC) ની વિગતોને અવગણીને ખોટી રીતે ફેરફાર કર્યા હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે શાળા પાસે બાળકોના નામ કે પિતાની ઓળખ બદલવાની કોઈ કાયદેસર સત્તા ન હોવા છતાં, આર્થિક ફાયદા માટે ભ્રષ્ટાચાર કરી ખોટા કાગળો બનાવવામાં આવ્યા છે.
અદાલતના હુકમ બાદ નોંધાયેલી આ એફ.આઈ.આર.માં બી.એન.એસ. (BNS) ની કલમ ૩૧૬, ૩૧૮, ૩૧૯, ૩૩૫ અને ૩૩૬ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદીએ એવો પણ દાવો કર્યો છે કે તેમની પત્ની વિપુલ ચૌધરી સાથેના સંબંધો અને દૂધસાગર ડેરીના કથિત કોભાંડોમાં સંડોવાયેલી હોવાથી પોલીસ અને એરપોર્ટ પર પકડાઈ ન જાય તે માટે ઓળખ બદલી રહી છે. હાલ અટલાદરા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.