વડોદરાઃ 1 એપ્રિલથી રાજ્યમાં વડોદરાથી ભરૂચ-દહેગામ સુધીની મુસાફરી સસ્તી થશે. ભારતમાલા હાઈવે પર ટોલ ટેક્સના દરમાંથી 20 થી 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. એનઈ-4 ભારતમાલા પ્રોજેક્ટ એક્સપ્રેસ-વે તરીકે ઓળખાતા આ હાઈવે પર વડોદરાથી ભરૂચ સુધી વાહનોની અવરજવર હતી પરંતુ હવે આ એક્સપ્રેસ વે પર છેક બારડોલી નજીક એના ગામ સુધી જઈ શકાય છે.
વડોદરા જિલ્લામાં આ હાઈવે પરથી પસાર થવા માટે ચાર ટોલ પ્લાઝા છે. જેમાં દોડકા, ફાજલપુર, સમીયાળા અને કરજણના સાંપા ગામનો સમાવેશ થાય છે. દોડકા, સમીયાલા અને ફાજલપુરથી ભરૂચના દહેગામ સુધી જવા માટે કાર, જીપ, વાન માટે હવે ઓછામાં ઓછા રૂપિયા વાહનચાલકોએ ચૂકવવા પડશે.
મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ વે તરીકે ઓળખાતા હાઈવે પર ધીમે ધીમે વાહનોની સંખ્યા વધી રહી છે. અઢી વર્ષ પહેલા હાઈવેની શરૂઆત થઈ હતી. શરૂઆતમાં વાહનોની અવર જવર મફત હતી પરંતુ ઓક્ટોબર 2024થી ટોલના ઊંચા દર વસૂલવામાં આવતા હતા. ત્યારબાદ ગયા વર્ષે એપ્રિલમાં ટોલના દરમાં વધારો કરાયો હતો. જોકે હવે તેમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
દોડકા ટોલ પ્લાઝા પર કાર,વાનનો જૂનો દર 260 રૂપિયા હતો, જે ઘટીને 1 એપ્રિલથી 205 રૂપિયા થશે. જ્યારે એલસીવીનો દર 415 રૂપિયા થી ઘટીને 330 રૂપિયા થશે. આ ઉપરાંત બસ, ટ્ર્કનો જૂનો દર 870 રૂપિયાથી ઘટીને 695 રૂપિયા થશે. થ્રી એક્સેલ વ્હીકલનો દર 950 રૂપિયાથી ઘટીને 755 રૂપિયા થશે.
ફાજલપુર ટોલ પ્લાઝા પર કાર,વાનનો જૂનો દર 240 રૂપિયા હતો, જે ઘટીને 1 એપ્રિલથી 195 રૂપિયા થશે. જ્યારે એલસીવીનો દર 390 રૂપિયાથી ઘટીને 310 રૂપિયા થશે. આ ઉપરાંત બસ, ટ્ર્કનો જૂનો દર 820 રૂપિયાથી ઘટીને 650 રૂપિયા થશે. થ્રી એક્સેલ વ્હીકલનો દર 895 રૂપિયાથી ઘટીને 710 રૂપિયા થશે.
આવી જ રીતે સમીયાલા ટોલ પ્લાઝા પર કાર,વાનનો જૂનો દર 160 રૂપિયા હતો, જે ઘટીને 1 એપ્રિલથી 125 રૂપિયા થશે. જ્યારે એલસીવીનો દર 255 રૂપિયાથી ઘટીને 205 રૂપિયા થશે. આ ઉપરાંત બસ, ટ્ર્કનો જૂનો દર 535 રૂપિયાથી ઘટીને 425 રૂપિયા થશે. થ્રી એક્સેલ વ્હીકલનો દર 585 રૂપિયાથી ઘટીને 465 રૂપિયા થશે.
સાંપા ટોલ પ્લાઝા પર જૂનો દર 85 રૂપિયાથી 1 એપ્રિલના રોજ ઘટીને 70 રૂપિયા થશે. એલસીવીનો દર 140 રૂપિયાથી ઘટીને 110 રૂપિયા થશે. આ ઉપરાંત બસ, ટ્ર્કનો જૂનો દર 295 રૂપિયાથી ઘટીને 235 રૂપિયા થશે. થ્રી એક્સેલ વ્હીકલનો દર 320 રૂપિયાથી ઘટીને 255 રૂપિયા થશે.