સુરતઃ રેલવેમાં મુસાફરી કરતાં લોકો માટે કામના સમાચાર છે. સુરત રેલવે સ્ટેશનના આધુનિકીકરણનું કામ હવે નિર્ણાયક તબક્કે પહોંચ્યું છે. સ્ટેશન રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના ભાગરૂપે, રેલવે દ્વારા પ્લેટફોર્મ નંબર 2-3 અને 4 વચ્ચે યુ-રૂફ સ્ટ્રક્ચર લોન્ચ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ હેતુ માટે, રેલવે વહીવટીતંત્રે 30 દિવસ માટે ટ્રાફિક વર્કિંગ ઓર્ડર જાહેર કર્યો છે, જેના કારણે સુરતથી દોડતી કેટલીક લાંબા અંતરની ટ્રેનોને અસર થશે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કામગીરી 30 માર્ચ, 2026 થી શરૂ થશે અને સતત 30 દિવસ સુધી ચાલશે.
આ સમયગાળા દરમિયાન, મુસાફરોની સુવિધા માટે અને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે, કેટલીક ટ્રેનો સુરતને બદલે ઉધના સ્ટેશનથી ચલાવવામાં આવશે.
ટ્રેન વ્યવહાર પર અસર
ટ્રેન નંબર 12935 બાંદ્રા ટર્મિનસ–સુરત ઇન્ટરસિટી એક્સપ્રેસ: 30 માર્ચથી 28 એપ્રિલ, 2026 સુધી આ ટ્રેન સુરતને બદલે ઉધના સ્ટેશન પર ટૂંકાવવામાં આવશે અને ત્યાંથી જ પરત રવાના થશે.
ટ્રેન નંબર 20925 સુરત–અમરાવતી સુપરફાસ્ટ એક્સપ્રેસ: 2 એપ્રિલથી 26 એપ્રિલ, 2026 દરમિયાન દર ગુરુવાર, શુક્રવાર અને રવિવારે આ ટ્રેન સુરતને બદલે ઉધના સ્ટેશનથી ઉપડશે.
ટ્રેન નંબર 20926 અમરાવતી–સુરત સુપરફાસ્ટ એક્સપ્રેસ: 30 માર્ચથી 27 એપ્રિલ, 2026 દરમિયાન દર સોમવાર, શુક્રવાર અને શનિવારે આ ટ્રેન માત્ર ઉધના સુધી જ દોડશે અને ઉધનાથી સુરત વચ્ચે રદ રહેશે.
🚆 Western Railway Update
— DRM - Mumbai Central, WR (@drmbct) March 26, 2026
🔹 Train No. 12935 BDTS–ST SF Express (Intercity Exp) will be short-terminated at Udhna Jn from 30.03.2026 to 28.04.2026. It will remain partially cancelled between Udhna Jn–Surat.
🔹 Train No. 20925 ST–AMI SF Express will originate from Udhna Jn…