Fri Apr 17 2026

Logo

માલદા કાંડ મુદ્દે સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને  લતાડી, કહ્યું ચૂંટણી પ્રક્રિયામાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ

2026-04-02 16:13:05
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના માલદાના કાલિયાચકમાં SIR મુદ્દે ગ્રામજનોએ ત્રણ મહિલા સહિત સાત ન્યાયિક અધિકારીઓનો ઘેરાવ કર્યો હતો અને તેમને બંધક બનાવ્યા હતા. જે મુદ્દે સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો. તેમજ આ ઘટનાને ચૂંટણી પ્રક્રિયામાં વિક્ષેપ પાડવો અને અધિકારીઓનું મનોબળ નીચું કરવાનો  પૂર્વયોજિત, સુનિયોજિત અને પ્રેરિત  પ્રયાસ ગણાવ્યો હતો.આ ઉપરાંત કોર્ટે અધિકારીઓની  સુરક્ષા માટે કેન્દ્રીય સશસ્ત્ર દળોને તૈનાત કરવાનો પણ આદેશ આપ્યો છે.

ગણતરીપૂર્વક અને પ્રેરિત ચાલાકી હોય તેવું લાગે છે

આ અંગે સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં, કોર્ટે જણાવ્યું હતું કે આ ઘટના ફક્ત ન્યાયિક અધિકારીઓને ડરાવવાનો ઘૃણાસ્પદ પ્રયાસ નથી પરંતુ કોર્ટની સત્તાને સીધો પડકાર પણ ઉભો કરે છે. કોર્ટે અવલોકન કર્યું કે આ કોઈ સામાન્ય ઘટના નથી. આ ન્યાયિક અધિકારીઓનું મનોબળ ઓછું કરવા અને પેન્ડિંગ કેસોમાં વાંધાઓના નિકાલની ચાલુ પ્રક્રિયામાં અવરોધ ઊભો કરવા માટે રચાયેલ એક ગણતરીપૂર્વક અને પ્રેરિત ચાલાકી હોય તેવું લાગે છે.

કલેક્ટર રાત્રે 11:00 વાગ્યા સુધી ત્યાં હાજર નહોતા. 

તેમજ આ ઘટના પશ્ચિમ બંગાળ સરકાર તરફથી ફરજમાં બેદરકારી દર્શાવે છે.તેમજ  સરકારી અધિકારીઓ સ્પષ્ટતા કરવી જોઇએ કેઅગાઉથી જાણ હોવા છતાં તેઓ ન્યાયિક અધિકારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં કેમ નિષ્ફળ ગયા. આ ઉપરાંત મુખ્ય ન્યાયાધીશે વધુમાં ટિપ્પણી કરી કે તમારા કલેક્ટર રાત્રે 11:00 વાગ્યા સુધી ત્યાં હાજર નહોતા. 

 ન્યાયિક અધિકારીઓમાં માનસિક ભય પેદા કરવાની મંજૂરી આપીશું નહીં

કોર્ટે વધુમાં જણાવ્યું કે, અમે કોઈને પણ કાયદો પોતાના હાથમાં લેવાની અને તેમની ગંભીર ફરજો નિભાવતા ન્યાયિક અધિકારીઓમાં માનસિક ભય પેદા કરવાની મંજૂરી આપીશું નહીં. આ સંદર્ભમાં  બેન્ચે કડક ચેતવણી જાહેર  કરી હતી તેમજ  જણાવ્યું હતું કે આવા કૃત્યો કોર્ટના ગુનાહિત અવમાનનાના દાયરામાં આવી શકે છે. તેમણે રાજ્ય વહીવટીતંત્રની  ગુનાહિત નિષ્ફળતા  માટે પણ આકરી ટીકા કરી. 

રાજ્યમાં દરેક વ્યક્તિ રાજકારણની ભાષા બોલે છે

આ ઉપરાંત કોર્ટે અવલોકન કર્યું કે, દુર્ભાગ્યે  તમારા રાજ્યમાં દરેક વ્યક્તિ રાજકારણની ભાષા બોલે છે. પશ્ચિમ બંગાળના એડવોકેટ જનરલને સંબોધતા  મુખ્ય ન્યાયાધીશે પૂછ્યું કે શું તમે  માનો છો કે અમે ઉપદ્રવીઓને નથી  ઓળખતા. હું રાત્રે  2:00 વાગ્યા સુધી વ્યક્તિગત રીતે સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યો હતો. ખરેખર  આ એક ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. 

આ ઉપરાંત કોર્ટે જણાવ્યું કે  આ ઘટના પાછળનો ઉદ્દેશ્ય ન્યાયાધીશોને ડરાવવા  વાંધા-સુનાવણી પ્રક્રિયામાં વિક્ષેપ પાડવા અને કોર્ટની સત્તાને પડકારવાનો હતો. જે સ્પષ્ટપણે કોર્ટના ગુનાહિત અવમાનનાનું કારણ બને છે. તમામ રાજકીય પક્ષોએ આ ઘટનાની નિંદા કરવી જોઇએ. 

ઘટનાની તપાસ સીબીઆઈ અથવા એનઆઈએ દ્વારા કરવામાં આવે

સુપ્રીમ કોર્ટે ન્યાયિક અધિકારીઓના રક્ષણ માટે કેન્દ્રીય દળોની તૈનાતી સુનિશ્ચિત કરવા માટે નિર્દેશો આપ્યા છે. તેમજ  કોર્ટે બંગાળ વહીવટીતંત્રના ઉચ્ચ કક્ષાના અધિકારીઓને કારણદર્શક નોટિસ પાઠવી છે.  તેમજ  આદેશ આપ્યો કે ઘટનાની તપાસ સીબીઆઈ અથવા એનઆઈએ દ્વારા કરવામાં આવે, અને પ્રાથમિક તપાસ અહેવાલ કોર્ટમાં રજૂ કરવાનો નિર્દેશ આપ્યો.