જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ માર્ચ મહિનો ખૂબ જ મહત્ત્વનો રહેવાનો છે, કારણ કે આ જ મહિનામાં અનેક મહત્ત્વના ગ્રહો ગોચર કરીને દુર્લભ યોગ બનાવી રહ્યા છે, જેની મેષથી લઈને મીન રાશિના જાતકો પર શુભ અસર જોવા મળશે. આવું જ એક મહત્ત્વનું ગોચર માર્ચ મહિનાના અંતમાં થવા જઈ રહ્યું છે, જેની કેટલીક રાશિના જાતકો પર સકારાત્મક અસર જોવા મળશે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 26મી માર્ચ, 2026ના રોજ રામ નવમીના પવિત્ર પર્વ પર ગ્રહોની ચાલમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. સુખ, વૈભવ અને રોમાંસનો કારક ગ્રહ શુક્ર, મંગળની માલિકીની મેષ રાશિમાં પ્રવેશ કરશે. રામ જન્મોત્સવના દિવસે શુક્રનું આ ગોચર અમુક રાશિઓ માટે 'રાજયોગ' સમાન ફળ આપનારું સાબિત થશે. શુક્રનું રાશિ પરિવર્તન ભૌતિક સુખ-સુવિધાઓ અને આર્થિક ઉન્નતિ લાવે છે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ કે જેમના પર આ ગોચરની શુભ અસર જોવા મળશે...
સિંહઃ
સિંહ રાશિના જાતકો માટે શુક્રનું આ થઈ રહેલું ગોચર 'ગેમ-ચેન્જર' સાબિત થશે. જો તમે લાંબા સમયથી વિદેશમાં નોકરી કે સ્થાયી થવાનું વિચારી રહ્યા હોવ, તો આ સમયગાળામાં સફળતા મળી શકે છે. કરિયરમાં પ્રગતિની સાથે આવકમાં જંગી વધારો થવાના મજબૂત સંકેતો છે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે.
મિથુનઃ
મિથુન રાશિના જાતકો માટે માર્ચ મહિનાના અંતમાં શુક્રનું મેષમાં થનારું ગોચર આર્થિક સમૃદ્ધિ લઈને આવશે. અટકેલા નાણાં અચાનક પરત મળી શકે છે. જો તમે શેરબજાર કે કોઈ બિઝનેસમાં રોકાણ કર્યું હોય, તો તેમાંથી સારું વળતર મળવાની અપેક્ષા છે. નવી નોકરી અને નેટવર્કિંગથી કરિયરને નવી ઊંચાઈ મળશે.
મેષઃ
શુક્ર તમારી જ રાશિમાં પ્રવેશ કરી રહ્યો હોવાથી તમારી લોકપ્રિયતામાં વધારો થશે. નોકરી કરતા જાતકોને પ્રમોશન અથવા પગાર વધારાના સારા સમાચાર મળી શકે છે. બિઝનેસમાં નવા કરાર થશે જે ભવિષ્યમાં મોટો આર્થિક નફો કરાવશે. તમારી જીવનશૈલી વધુ વૈભવી બનશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.
ધનઃ
ધન રાશિના જાતકો માટે શુક્રનું ગોચર અંગત જીવનમાં ખુશીઓ લાવશે. પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે અને જેઓ અપરિણીત છે તેમના માટે લગ્નના પ્રસ્તાવ આવી શકે છે. નાણાકીય સ્થિરતા વધશે અને કાર્યસ્થળ પર તમારી મહેનતની કદર થશે અને એના પરિણામો તમને મળતાં તમારી ખુશીનો પાર નહીં રહે. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા આવશે.