નવી દિલ્હીઃ બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર હવ બિહાર છોડી દિલ્હી પહોંચી ગયાં છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, નીતિશ કુમાર આવતી કાલે રાજ્યસભા સાંસદ તરીકે શપથ લેવાના છે. નીતિશ કુમારે એમએલસી બેઠક પરથી રાજીનામું આપી દીધું હતું. તે પછી ચર્ચા એવી પણ છે કે, હવે બિહાર કોના હાથમાં જશે? બિહારમાં પણ અત્યારે આ મુદ્દે રાજકીય માહોલ ગરમાયેલો છે. નીતિશ કુમારે 20 વર્ષ સુધી બિહારમાં સત્તા સંભાળી છે. પરંતુ હવે સમય અને રાજનીતિ બદલાઈ હોય તેવું લાગી રહ્યું છે.
હવે અહીં દિલ્હીમાં પણ કામ કરવાનું છેઃ નીતિશ
મીડિયા સાથે વાત કરતા નીતિશ કુમારે કહ્યું કે, ‘20 વર્ષ સુધી ત્યા (બિહાર) માં રહ્યાં છે, હવે અહીં દિલ્હીમાં પણ કામ કરવાનું છે. તે માટે અહીં પાછા આવી ગયાં છીએ’. એટલે કે બિહારમાં સત્તા સંભાળ્યાં પછી હવે દિલ્હીમાં રાજ્યસભામાં સાંસદ તરીકે સેવા આપવામાં આવ્યાં છે.
દિલ્હી પહોંચ્યા બાદ નીતિશ કુમારનું પહેલું નિવેદન
વધારે વિગતે વાત કરવામાં આવે તો, લાંબા વિરામ બાદ નીતિશ કુમાર રાષ્ટ્રીય રાજકારણમાં પાછા ફરી રહ્યા છે. ગુરુવારે દિલ્હી પહોંચ્યા બાદ નીતિશ કુમારનું પહેલું નિવેદન પણ સામે આવ્યું છે. નીતિશ કુમાર અત્યારે દિલ્હી પહોંચી ગયાં છે. તેમની સાથે સંજય ઝા અને કેન્દ્રીય પ્રધાન લલન સિંહ પણ જોવા મળ્યાં હતાં. નીતિશ કુમાર દિલ્હી પહેચ્યાં બાદ પહેલી વખત મીડિયા સાથે વાત કરી છે. આ પહેલા મુખ્ય પ્રધાન હતા ત્યારે તો અનેક વખત મીડિયા સાથે વાત કરતા જોવા મળ્યાં છે, પરંતુ કેન્દ્રમાં ગયાં પછી પહેલી વખત મીડિયા સામે આવ્યાં છે.
હવે બિહારમાં કોણ સત્તામાં આવશે તે અંગે પણ અનેક સવાલો થઈ રહ્યાં છે. બે સવાલ છે કે, શું હવે બિહારમાં એનડીએની સરકાર હશે કે પછી નીતિશ કુમારના કહ્યાં પ્રમાણે જ સરકાર ચાલશે! આ તમામ અટકળો વચ્ચે બિહારમાં રાજકીય માહોલ ગરમાયેલો છે. આ તમામ પ્રકારના સવાલો પર અનેક સમીકરણો પર ચર્ચાઓ થઈ રહી છે.