નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી લડાઈએ દુનિયાના દરેક દેશને એકાએક ચિંતામાં મૂકી દીધા છે. દુનિયાભરમાં ક્રૂડ ઓઈલને પહોંચાડવાનું કામ વિશાળ જહાજ કરે છે. આ ક્રૂડ પછી જે તે રાજ્ય અને રાજ્યમાંથી મહાનગર-નગર સુધી પહોંચે છે. ક્રૂડ લઈને આવતા જહાજને મુખ્યરૂપથી હેવી ફ્યુલ ઓઈલ અથવા બંકર ફ્યુલ તરીકે ઓળખાય છે. પછી આ જહાજમાં આવેલા ક્રૂડને પ્રોસેસ કરવામાં આવે છે. રિફાઈન થયા બાદ બચેલું ક્રૂડ ઘટ માત્રામાં અને ખૂબ ચિકણું હોય છે. એટલી ઘટ માત્રામાં હોય છે એેને વાહનના એન્જિન સુધી પહોંચાડવા માટે 80 ડિગ્રી સુધી ગરમ કરવું પડે છે.
જહાજમાં અલગ પ્રકારનું ફ્યુલ જોઈએ
ઓછી કિંમત અને વધારે ઊર્જા આપતું ક્રૂડની આટલી ક્ષમતાના કારણે જ જહાજના ફ્યુલ બાકીના વાહનો કરતા જુદા હોય છે. જહાજ માટે વપરાતા ફ્યુલને ખાસ પ્રકારે તૈયાર કરવામાં આવે છે. ઈરાનના ખાર્ગ દ્વીપથી ભારતના ગુજરાત રાજ્યમાં આવેલા વાડીનાર પોર્ટ સુધીનું અંતર 1100થી 1200 નોટિકલક માઈલ છે. આ અંતર કાપવામાં એક ક્રૂડથી ભરેલા જહાજને આશરે 4થી 6 મહિના સુધીનો સમય લાગે છે. એક સામાન્ય ટેન્કર જહાજને ફ્યુલની જરૂરિયાત 30થી 60 મેટ્રિક ટન જેટલી હોય છે. જહાજની સ્પીડ અને વજનના હિસાબથી એમાં એ ફ્યુલ નાંખવામાં આવે છે.
એક જહાજમાં કેટલુ ફ્યુલ જોઈએ
ઈરાનથી ભારત સુધીની સિંગલ ટ્રિપમાં જહાજ આશરે 150થી 300 મેટ્રિક ટન એટલે કે આશરે 1.5 લાખથી 3 લાખ લિટર ફ્યુલ ખર્ચી નાંખે છે, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં બંકર ફ્યુલની કિંમત ભલે બદલતી રહે પણ એપ્રિલ 2026ના રિપોર્ટ અનુસાર એક ટ્રિપનો માત્ર ફ્યુલનો ખર્ચ કરોડો રૂપિયામાં થાય છે. સતત આગળ વધી રહેલી ટેક્નોલોજીના આધારે ફ્યુલના ઉપયોગમાં પણ પરિવર્તન આવ્યું છે. જહાજમાં ફ્યુલનો ઉપયોગ કરવાની રીત બદલી રહી છે. પર્યાવરણને ઓછું નુકસાન થાય અને ઝડપથી પરિવહન થાય એ માટેના પ્રયાસો હોય છે.

પ્રદૂષણ ઘટાડે છે આ ડીઝલ
જ્યારેક કોઈ જહાજ LNG અથવા લો સલ્ફર ફ્યુલનો ઉપયોગ કરે છે તો એમાંથી નીકળતો ધુમાંડો ઓછો હોય છે અને પ્રદૂષણ પણ ઓછું થાય છે. આ ધુમાંડો ઝેરી હોય છે. હેવી ફ્યુલ ઓઈલ સૌથી વધારે જહાજમાં ઉપયોગમાં લેવાતું ક્રૂડ છે. આ પાછળનું કારણ એ છે કે તે સામાન્ય ડીઝલ કરતા 30 ટકા સસ્તુ પડે છે. વિશાળ જહાજના એન્જિનને વેગ આપવા માટે અને સતત ચલાવવા માટે જેટલી વધારે ઊર્જાની જરૂર પડે છે એના માટે આવું ડીઝલ પ્રાથમિકતા હોય છે. જહાજમાં ફ્યુલની બચત જ ક્રૂડ કંપનીઓનો નફો અને ટ્રાંસપોર્ટના ટોટલ ખર્ચને સ્પર્શે છે.
ક્રૂડ ઓઈલની ખેપ કેટલામાં પડે?
એક ક્રૂડ ઓઈલની ખેપ ભારતને કરોડો રૂપિયામાં પડે જ્યારે શિપિંગ કંપનીઓ આ માટે કેટલાક સામાન પર ભાવ વધારે લે છે. ક્રૂડ અને ગેસ ભારતની સપ્લાય ચેઈન માટે જરૂરી છે પણ જહાજ પાછળ વપરાતા ફ્યુલનો ખર્ચ એક ટ્રિપ તરીકે કરોડોમાં થાય છે. વધતી જતી જરૂરિયાત અને સતત ખેપને કારણે એક જ જહાજને ફરીવાર એ જ રૂટ પર જવું સ્વાભાવિક પણે ન પરવડે એ સમજી શકાય. વારાફરતી વારા અન્ય શિપિંગ કંપનીઓના જહાજ જેને ભારતે માન્યતા આપી છે એ ભારત સુધી પહોંચતા હવે ચિંતા હળવી થઈ છે પણ જહાજનો ખર્ચો ઘટે એવું હાલ કહી ન શકાય.