ભોપાલ: કપાસના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાત અગ્રેસર છે. ગુજરાતમાં ચાર કપાસના ઝોન આવેલા છે. વિશ્વમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન ચીનમાં થાય છે અને ત્યારબાદ બીજા સ્થાને ભારતય છે. કેન્દ્રીય કપાસ ઉત્પાદન સમિતિના આંકડા મુજબ દેશમાં સૌથી વધુ કપાસ ગુજરાતમાં અંદાજે 25 ટકા જેટલું ઉત્પાદન ગુજરાત કરે છે. ગુજરાતમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન કરતા મુખ્ય જિલ્લાઓ તમામ સૌરાષ્ટ્રના છે. સૌથી વધુ અમરેલીમાં કપાસ પેદા થાય છે. ત્યારબાદ સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, મોરબીમાં સૌથી વધુ કપાસ ઉત્પાદિત થાય છે.
કપાસ પકવતા ખેડૂતો ખેતરમાં જ્યારે કપાસ પાકી જાય તે સમયે તેને હાથથી વીણીને ઉતારે છે. મોટાભાગે આ સીઝન ઓકટોબરના મધ્ય અથવા અંતભાગથી શરૂ થાય છે અને તે ફેબ્રુઆરી સુધી ચાલે છે. ત્યાં સુધીમાં મોટાભાગે કપાસની વિણ લઈ લેવામાં આવે છે. કપાસની વિણ લેવા માટે ચોખ્ખા માનવશ્રમની જરૂર પડે છે. કારણ કે કપાસ હાથથી જ વીણવાનો હોય છે અને આથી મજૂરોની જરૂર પડે છે. જો મજૂરોની તંગી કે અછત સર્જાય તો સમયસર બજારમાં કપાસ પહોંચાડવો ખેડૂતો માટે અઘરો થઈ જાય છે. પરંતુ હવે ખેડૂતોએ તેની ચિંતા કરવાની જરૂર નથી.
आज महाशिवरात्रि के पावन अवसर पर भोपाल स्थित ICAR - केंद्रीय कृषि अभियांत्रिकी संस्थान (CIAE) के वैज्ञानिकों द्वारा विकसित कपास हार्वेस्टिंग मशीन किसानों को समर्पित की।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) February 15, 2026
अब तक कपास की तुड़ाई हाथ से करनी पड़ती थी। इसमें समय तथा श्रम भी अधिक लगता था और लागत भी बढ़ जाती थी। किसानों… pic.twitter.com/BeBsB6D211
મહાશિવરાત્રિના દિવસે ભોપાલ સ્થિત ICAR-કેન્દ્રીય કૃષિ અભિયાંત્રિકી સંસ્થાન (CIAE) ના વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત કરવામાં આવેલું આધુનિક કપાસ હાર્વેસ્ટિંગ મશીન ખેડૂતોને સમર્પિત કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કપાસની વીણી હાથથી કરવી પડતી હતી, જેમાં સમય અને શ્રમ વધુ લાગતો હતો અને ખેતીનો ખર્ચ પણ વધી જતો હતો. ખેડૂતોની લાંબા સમયની માંગને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલું આ મશીન ટૂંક સમયમાં જ બજારમાં ઉપલબ્ધ થશે. આ નવી ટેકનોલોજીથી માત્ર સમયની બચત જ નહીં થાય, પરંતુ ખેતીનો ખર્ચ ઘટતા કપાસની ખેતી ખેડૂતો માટે વધુ નફાકારક સાબિત થશે.
કપાસના ઉત્પાદનમાં વધારો કરવા માટે મશીનની સાથે-સાથે રોગ પ્રતિકારક અને વધુ ઉત્પાદન આપતી નવી જાતો વિકસાવવા પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. વૈજ્ઞાનિકો હાલ એવી પદ્ધતિ પર કાર્ય કરી રહ્યા છે જેનાથી પ્રતિ એકર છોડની સંખ્યા વધારી શકાય અને ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ થાય.