પ્રજામત

પ્રજામત

હે: રેલવે આટલું કરે…
રેલવેએ ગુજરાતનાં નાનાં-મોટાં શહેરોને જોડતી અને સામાન્ય લોકોને અર્પિત કરાયેલી ટ્રેનો દોડાવવી જોઈએ. ‘વંદે માતરમ્’ ટ્રેનો માત્ર શ્રીમંત વર્ગ માટે છે. સામાન્ય જનની આર્થિક ક્ષમતાની તે બહાર છે. દા.ત. જામનગર-અમદાવાદ ‘વંદે માતરમ્’ ટ્રેનમાં રાજકોટ અમદાવાદનું ભાડું રૂા. ૧૭૦૦- છે. રેલવેએ આમ જનતની સેવા માટે જામનગર-મોરબી, પોરબંદર-મોરબી, મહેસાણા-સુરેન્દ્રનગર, ભાવનગર-ભુજ, ધ્રાંગધ્રા-ભાવનગર વચ્ચે ટ્રેનો દોડાવવી જોઈએ.
ઉપરાંત રેલવેએ કોરોના કાળથી ટ્રેનમાં લેડિઝ કોચ થોડા બંધ કરેલ છે. વળી કોરોના કાળથી જ રેલવેએ સિનિયર સિટીઝન્સને ભાડામાં મળતી રાહત આપવાનું બંધ કરેલ છે. આ બંને સેવાઓ પુન: શરૂ કરવા પણ પત્રમાં રજૂઆત કરાયેલ છે.

– અશ્ર્વિનકુમાર ન. કારીઆ, પાલનપુર

જીવન ધન અણમોલ…..
હમણાં ૧૦મા ૧૨મા ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ છે. બે ત્રણ મહિનામાં એનાં પરિણામો પણ આવશે. જે વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષામાં સફળતા નહિ મેળવી શકે એ નિરાશા, નકારાત્મકતાની ખીણમાં ધકેલાઈ જાય છે. તેઓ પોતાને લાયક સમજતા નથી. કઈ કામના નહિ, જીવન જીવવું વ્યર્થ છે. મા-બાપને, દોસ્તોને, સમાજને કેવી રીતે મોઢું બતાવીશ એવા વિચારોથી ત્રસ્ત થાય છે અને પછી હવે આગળ જીવવું જ નથી એમ વિચારી અપઘાત કરે છે. પરિણામ આવવાના હોય તે દિવસે તળાવ, નદી કે ડેમ એવાં સંભાવ્ય સ્થળો પર પોલીસ બંધોબસ્ત ગોઠવાયેલો દેખાય છે. પણ છતાંય અપઘાત તો થાય જ છે. એનું મૂળ કારણ જોવા જઈએ તો આપણી બદલાયેલી શિક્ષણ પદ્ધતિ અને સમાજનો દૃષ્ટિકોણ! ઉદરનિર્વાહ કરી શકાય તે જ્ઞાન મેળવવા પૂરતું શિક્ષણ ન હોવું જોઈએ પણ જીવન મૂલ્યોની કદર કરનારી આવડત કેળવનારી શિક્ષણ પદ્ધતિની વધારે જરૂર છે.

બાળપણથી વાલીઓનું બાળકો પર યશ મેળવવા માટે દબાણ હોય છે. પોતાનાં બાળકો યશસ્વી ઈજનેર, ડૉક્ટર, વૈજ્ઞાનિક કે આઈ ટી ક્ષેત્રમાં મોટા પગારદાર નોકરી મેળવી એ માટે એને ગળથૂથીમાંથી જ જીવન જીવવા માટેની મોભાદાર સ્થિતિ સુધી જવા માટે પ્રેરિત કરવામાં આવે છે. આ સ્થિતિ ફક્ત બાળકોની છે એવું નથી. કોલેજમાં ભણતાં યુવકો આઈ ફોન મળ્યો નથી, બાઈક મળી નહિ, છોકરીએ ફ્રેન્ડશીપ માટે ના પાડી એવાં અમથાં અમસ્તાં કારણોસર અપઘાત કરે છે. ગામડામાં પણ દેવાનો બોજો થયો, પાક નષ્ટ થઈ ગયો. એવા નજીવા કારણસર ખેડૂત અપઘાત કરતા જોવા મળે છે. દરેક વ્યક્તિને ભગવાને કઈક ને કઈક અનોખી કલા, કૌશલ્ય આપેલું હોય છે. અને અપયશ કે વિકટ સ્થિતિ એ કાયમી રહેવાની નથી.

કેટલું પણ દુ:ખ પડે, સંકટો આવે એનો સામનો કરવાની સહનશીલતા, ધૈર્ય, બળ એને કુટુંબ, સમાજ અને શિક્ષણમાંથી મળવું જોઈએ. જીવનમાં જે જે ઈચ્છાઓ થાય તે બધી પૂરી થશે જ નહિ. જીવનમાં અપમાન, અપયશ પણ પચાવવું પડે એ જ્યારે કેળવણીમાં હોય ત્યારે વ્યક્તિ ગમે તે પરિસ્થિતિનો સામનો કરી શકે છે.

સંબંધિત લેખો

૮૪ લક્ષ યોનિમાં ફરીને કષ્ટ વેઠીને ભગવાનની કૃપાથી મનુષ્યદેહ પ્રાપ્ત થાય છે. જે મા બાપે પોતાના સર્વસ્વનો ત્યાગ કરીને આપણને મોટા કર્યા તેમનો વિચાર કરવો જોઈએ. જે કંઈ પ્રારબ્ધમાં છે તે ભોગવવાનું બળ ઈશ્ર્વર દરેકને આપે છે. તેના પર પૂરેપૂરી શ્રદ્ધા રાખીને નિર્ભય થઈને ગમે તે પરિસ્થિતિનો સામનો કરનારા સાચા શૂરા ગણાય છે.

  • શીલા દાતાર, અમદાવાદ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button