પ્રજામત

પ્રજામત

હિટ એન્ડ રન
હિટ એન્ડ રન અંગેનો નવો કાયદો ત્યારે લાગુ પડવો જ જોઇએ. સરકારે ટ્રક ડ્રાઇવરોની દાદાગીરી સામે ઝૂકવું ન જોઇએ. ટ્રક ડ્રાઇવરો બેફામ ટ્રકો ચલાવે છે. જેના પરિણામે દર વર્ષે લાખો નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે. જૈન સાધુ-સાધ્વીઓ પરોઢે વહેલી સવારે વિહાર કરતાં હોય છે. દર વર્ષે કેટ-કેટલા સાધુ-સાધ્વીઓને કચડી નાખતા હોય છે. તેઓને અંકુશમાં લાવવા નવો કાયદો લાવવો જ જોઇએ. તેઓના મનમાં નિર્દોષ લોકોના જાનની કોઇ કિંમત નથી. તો આ નવો કાયદો તેમને જાનની કિંમત સમજાવશે તો મારી સરકારને નમ્ર વિનંતી કે લાખો લોકોના જીવ બચાવવા આ નવો કાયદો ત્યારે અમલમાં મૂકે.

– રાજકુમાર ગાંગજી ગાલા, ઘાટકોપર (ઇસ્ટ).

ટ્રકચાલકો ધ્યાન આપે
હાલમાં ટ્રકચાલકો રોડ સેફટીના કાનૂનના વિરોધમાં હડતાળ પર ઊતયા હતા. એ લોકોનો પોલીસ દ્વારા સંભવિત કનડગતનો ભય અને કાનૂનના આકરા પ્રાવધાનોનો ભય કદાચ અસ્થાને ન પણ હોય.

મૂળ પ્રશ્ર્ન એ છે કે આવો આકરો કાનૂન લાવવાની ફરજ સરકારને કોણ પાડે છે? જવાબ શોધવા બીજે કયાંય જવાની જરૂર નથી. જે ટ્રકચાલકો પોતાના પ્રશ્ર્નો પ્રત્યે આટલા સજાગ છે. તેઓ એમની બેફામ ડ્રાઇવિંગથી રાહદારીઓ અને નાના કાર, સ્કૂટર, રિક્ષા ચાલકોના જોખમાતા જીવ અને એમને થતી કનડગતો તરફ પણ ધ્યાન આપે તો સામાન્ય જનતાની સહાનુભૂતિ એમને મળે.
ગુજરાત, નાશિક કે પૂના હાઇવે પર કાર લઇને જઇએ તો વાંકીચૂકી કાર ચલાવીને ટ્રકોના વચ્ચેથી કાઢતા સમયનો વેડફાટ અને જીવનું જોખમ સમાયેલા હોય છે. આરટીઓના રુલના વિરુદ્ધ હોવા છતાં ટ્રકચાલકો બેફામ રીતે બધી લાઇનમાં ટ્રકો ચલાવે છે. ઇમરજન્સીમાં કયાંક વહેલા પહોંચવું હોય તો પણ બધી લાઇનોમાં ટ્રકો હોવાથી ૪૦-૪૫ કિ.મી. થી ઉપરની સ્પીડ નથી મળી શકતી. એમ્બ્યુલન્સને પણ આજ કનડગત થતી હોય છે. પોલીસ પણ આંખ આડા કાન કરતી હોય એવું લાગે છે.

સંબંધિત લેખો

મોટા ભાગના ટ્રક ડ્રાઇવર અંધારી રાતના હાઇવે પર પાછળના લાલ લાઇટ વગર ગાડીઓ હંકાર્યે રાખે છે. કોક વાર રાતના ટ્રક બંધ પડી જાય તો પાછળ સ્પીડમાં આવતાં વાહનો માટે કોઇ ચેતવણી રૂપી લાઇટ નથી લગાવતા. આ બધાથી પાછળ આવતા વાહનચાલકો અને એમાં બેસેલાઓના જીવ જોખમાય છે. વિશેષ કરીને ચોમાસાની સિઝનમાં ઘણા ખરા ટ્રકોની નંબર પ્લેટ પર એટલી માટી લાગેલી હોય છે કે કંઇ નથી વંચાતું. ચોમાસા પછી પણ મહિનાઓ લગી ટ્રકચાલકોએ સાફ કરવાની તસ્દી નથી લેતા અને પોલીસોને પણ કંઇ પડી નથી હોતી. સારાંશ એ કે ટ્રકચાલકો એક આંગળી સરકાર તરફ ચીંધે છે તો એમની તરફ પણ ત્રણ આંગળી છે એનું ધ્યાન રાખીને પોતાની ભૂલો સુધારે એ આવશ્યક છે.

  • શરદભાઇ પટેલ, મુલુંડ (વેસ્ટ).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker