પ્રજામત

પ્રજામત

કલયુગ કા કમાલ: વાહ અમેરિકા, આહ અમેરિકા
અમેરિકાની જાણીતી શાળામાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી દરરોજ સ્કૂલમાં આવે છે ત્યારે બંને હાથને પણ પગની જેમ જમીન પર ટેકવીને તથા શ્ર્વાનની માફક મોઢામાંથી જીભને લટકાવીને આવે છે. યુટાના, પેસન ખાતેની સ્કૂલમાં અભ્યાસ કરતા આ વિદ્યાર્થીએ તેનામાં જનાવર કૂતરાનું લક્ષણ હોવાનું જાણે પુરવાર કરતો હોઈ તેમ ટીચરને હાથમાં બચકું પણ ભરી લીધું હતું.
શાળાના મેનેજમેન્ટ વિભાગે તેના માવિત્રો-પેરેન્ટસને બોલાવી દીકરાનાં આ લક્ષણો અંગે ચેતવ્યાં હતાં ત્યારે તેમણે ‘ચોર કોટવાલકો દંડે’ એ ઉક્તિને સાર્થક કરતા જણાવ્યું હતું, કે અમે તેની આ પરિસ્થિતિથી વાકેફ છીએ અને અમે તેનો ઉછેર પણ કૂતરાની જેમ જ કરીએ છીએ, અને આ પ્રમાણે જ શાળામાં તે હાજરી આપશે. અમે એ સ્વીકારી લીધું છે…!
સ્કૂલનો મેનેજમેન્ટ વિભાગ વિમાસણમાં છે. કાયદાના નિષ્ણાતો વિચારી રહ્યા છે.
વાહ અમેરિકા, આહ અમેરિકા…!

  • અનવર વલિયાણી
    (એટલાંટા, જ્યોર્જિયા, યુએસએ)

અમદાવાદ જિલ્લાની પ્રાથમિક શાળામાં ૩૪૮ (ત્રણસો અડતાલિસ) શિક્ષકો લાયકાત વિનાના!!
તાજેતરના એક અખબારી અહેવાલ અનુસાર ગુજરાતના અમદાવાદ જિલ્લાની ખાનગી પ્રાથમિક શાળામાં ૩૪૮ (ત્રણસો અડતાલિસ) શિક્ષકો લાયકાત વિનાના છે. તાજેતરમાં વિધાનસભામાં એક ધારાસભ્યે પૂછેલા એક પ્રશ્ર્નના જવાબમાં વિધાન સભાગૃહમાં શિક્ષણ વિભાગે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે, અમદાવાદ શહેરમાં ૪૭ (સુડતાળીસ) ખાનગી પ્રાથમિક શાળાઓ એવી છે કે જ્યાં ૨૧૯ (બસો ઓગણીસ) શિક્ષકો લાયકાત વિનાના છે. આ ઉપરાંત દસક્રોઈ, સાણંદ, ધોળકા, બાવળા, ધંધુકા, વિરમગામ અને માંડલની ખાનગી પ્રાથમિક શાળાઓમાં પણ આ જ દશા (પરિસ્થિતિ) છે. લાયકાત વિનાના શિક્ષકો બાળકોને કેવું ભણાવતાં હશે? તે એક યક્ષ પ્રશ્ર્ન છે. સરકારે ભવિષ્યની યુવા પેઢી બાળકોને ભણાવવા સત્વરે લાયકાતવાળા શિક્ષકોની નિમણૂક કરવા યોગ્ય ઘટતું કરવાની જરૂર છે. તોજ “ભણે ગુજરાત અને “વાંચે ગુજરાત અને “વાંચે ગુજરાત એ સૂત્ર સાચા અર્થમાં સાર્થક થશે.
મહેશ. વી. વ્યાસ, પાલનપુર-૩૮૫૦૦૧

વિશ્ર્વ આરોગ્ય દિવસ એટલે દરેક રીતે તંદુરસ્ત રાખવાનો દિવસ
આપણને ભગવાને માનવ તરીકે લગભગ ૧૦૦થી વધુ આયુષ્ય જીવવાનો મોકો આપ્યો છે.
પણ આજે દરેક દેશમાં પોતાના ઘરનું ખાવાનું છોડીને વિદેશી ફાસ્ટ ફૂડની નકલ કરીને મનુષ્યનું જીવન દરેક રોગથી ભરપૂર કરીને કેવળ ૪૦-૫૦ જેટલું બનાવી દીધું છે. આજે દુનિયામાં વરસમાં એક વખત આરોગ્ય દિવસ ઉજવવામાં આવે છે તેનો એકજ હેતુ છે કે બહારી ખાવાનું છોડીને ઘરેલું ખાદ્ય વસ્તુઓ ખાવી જોઇએ આજે અમેરિકા કે ચીનમાં કેટલાક વિસ્તારમાં અમુક વ્યક્તિઓ ૧૧૦- ૧૨૦થી વધુ જીવી જાણે છે તો બીજી બાજુ આપણાં દેશમાં આંતરિક વિસ્તારમાં ૧૦૦ વરસથી વધુ વયના વ્યકિતઓ જીવી રહ્યા છે.
આપણું શરીર આપણાં હેલ્થ પર કાળજી રાખે છે ૪૦ વરસ જીવવું કે ૧૦૦ વરસ જીવવું એ આપણા પર આધાર રાખે છે. આમ ટુંકમાં કહીએ તો ૧૦૦ વરસ સુઘી આરોગ્યમયી જીવન જીવવું હોય તો આપણી જીવનશૈલીમાં સતત બદલાવ લાવવાની જરૂર છે.
જેમ ઉંમર પ્રમાણે દિવસમાં એક વખત જમી લેવું, બહારના ફાસ્ટ ફૂડનો સદાને માટે ત્યાગ કરવો જે પ્રમાણે ભગવાને આપણાં કર્મ પ્રમાણે આપ્યું છે તે સંતોષ માનીને આરામ અને આનંદથી જીવવું જોઇએ જીવનમાંથી તણાવ કે ડિપેશન જેવાનો સદાને માટે નાબૂદ કરવો . યોગા અને હળવી કસરત કરીને હલકો ખોરાક ખાઇને આપણું પોતાનું આરોગ્ય ટકાવી રાખવું જરૂરી છે.
ઘનશ્યામ એચ ભરૂચા, વિરાર, મુંબઇ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ