પ્રજામત

પ્રજામત

વધુ ચૂંટણી સુધારાની જરૂર
બોગસ મતદાન અને મતદાર યાદીમાં બે જગ્યાએ નામ જેવા દૂષણને જો દૂર કરવા હોય તો વોટર આઈડી કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવાની જરૂર છે. વોટર આઈડી કાર્ડને આધાર કાર્ડ સાથે જોડેલી મતદાર યાદી સમગ્ર દેશમાં એક જ હશે જેનો ઉપયોગ લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણીઓથી માંડીને પંચાયત અને સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં થઈ શકશે. ચૂંટણી ખર્ચ સંદર્ભમાં પણ ચૂંટણી સુધારાની જરૂર છે. હાલમાં જે ચૂંટણીઓ યોજાય છે તેમાં ચૂંટણીમાં ખર્ચ કરવાની જે મર્યાદા છે તેના કરતા અનેક ગણો વધુ ખર્ચ રાજકીય પક્ષો કરતા હોય છે. આનું પણ નિરાકરણ એટલું જ જરૂરી છે. સરકાર આ બાબતોને લક્ષમાં લેશે??
-મહેશ વી. વ્યાસ, પાલનપુર

એક મતનો કરિશ્મા!
રાષ્ટ્રની ચૂંટણીનો મહાસંગ્રામ ચરમસીમાએ છે. તેમાં મહત્ત્વની ભૂમિકા આપણે મતદાતાઓએ ભજવવાની છે. એક મતથી કશો જ ફરક નથી પડતો તેવી માન્યતામા રાખી મતદાન ન કરવું જવાબદાર નાગરિક માટે યોગ્ય નથી. એક મતનું મૂલ્ય નીચેની ઘટનાઓથી પ્રતીત થાય છે.
૧૬૪૫માં માત્ર એક મતની બહુમતીથી ઓલિવર કોમવેલે ઈંગ્લેન્ડ પર વર્ચસ્વ સ્થાપ્યું. ૧૬૪૯માં માત્ર એક મતની બહુમતી ચલેસે ૧ ને ફાંસીને માચડે ચડાવવામાં નિર્ણાયક બની. ૧૭૭૬મા માત્ર એક મતની બહુમતીથી અમેરિકાએ જર્મનીને બદલે અંગ્રેજી ભાષા અપનાવી. ૧૮૬૮મા માત્ર એક મતની બહુમતીથી એન્ડ્રુ જેકશન તોહમતનામા (ઈમ્પીચમેન્ટ) માંથી ઉગરી ગયા. ૧૯૨૩મા માત્ર એક મતની બહુમતીથી હિટલર નાઝી પક્ષના વડા નિર્વાચિત થયા. ૧૯૮૧મા માત્ર એક મતની બહુમતીથી નહાઉરોની મનુસની ચૂંટણીમાં વિજયી થયા. ૧૯૯૮મા માત્ર એક મતની લઘુમતીથી વાજપાઈ સરકારનો પરાજય થયો.
સંભવ છે કે આપનો એક મત ઈતિહાસ રચે!

  • આબિદ લાખાણી, મુંબઈ-૫૦

ઘોંઘાટિયું સંગીત અટકાવવા કડક કાયદો જરૂરી
થોડા દિવસો પહેલા પૂનામા કોઈ પ્રસંગ ઉજવણીમાં સંગીતના અતિ અવાજના કારણે ઘણ લોકોના કાન, ગળામાં ગંભીર સમસ્યા થયેલ ઘણાના હૃદયમાં પણ ગંભીર સમસ્યા થયેલ તો હવે સરકારે જાગવું જોઈએ. ધ્વનિ નિયમન કાયદો બનાવવો જોઈએ. પ્રસંગો ઉજવવામાં કોઈને ના નથી. પણ બીજાને ત્રાસ આપી ઉજવણી કરવી એ અન્યાયપૂર્ણ છે. તેમાં આજકાલ સંગીતમાં વુફરનો ઉપયોગ ઘણો વધી ગયો છે. વુફરની ધ્રુજારી હૃદય માટે ઘણી ગંભીર છે. તેનાથી હૃદય નબળું પડે છે. નબળું હૃદય બંદ પણ થઈ શકે છે. તો કોઈના જીવના જોખમે પ્રસંગો ઉજવવા ખતરનાક છે. સરકારે ધ્વનિને અમુક ડેસીમલ સુધી જ છૂટ આપવી જોઈએ. વધુ ડેસીમલ વગાડે તો આકરો દંડ કરવો જોઈએ આ કાયદાનો કડકપણે અમલ થવો જોઈએ જેથી ઘણા લોકોના જીવ બચે. બહેરાશ ન આવે. આ બાબતે ત્વરાએ વિચાર કરવો જરૂરી છે.

  • રાજકુમાર ગાંગજી ગાલા, ઘાટકોપર (ઈ)
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો