નવી દિલ્હી: લોકસભામાં સ્પીકર વિરુદ્ધ પ્રથમ અવિશ્વાસ દરખાસ્ત હજુ પેન્ડિંગ છે. ત્યારે કોંગ્રેસે બીજી અવિશ્વાસ દરખાસ્ત માટે નોટિસ પાઠવી છે. જેના પગલે લોકસભામાં સંસદીય મંત્રી કિરેન રિજિજુએ પૂછ્યું કે રાહુલ ગાંધીને વિપક્ષના નેતા કેમ બનાવવામાં આવ્યા? તેઓ ગંભીર નથી. તેમણે એમ પણ કહ્યું કે પ્રિયંકા વિપક્ષના વધુ સારા નેતા હોત. તે સમયે પ્રિયંકા ગાંધી હસતા જોવા મળ્યા.
વિપક્ષ સંપૂર્ણપણે મૂંઝવણમાં
કોંગ્રેસે બીજી અવિશ્વાસ દરખાસ્ત માટે નોટિસ પાઠવતા કિરેન રિજિજુએ લોકસભામાં કહ્યું કે વિપક્ષ સંપૂર્ણપણે મૂંઝવણમાં છે. તેમના સભ્યોને ખબર નથી કે શું કરવું. પહેલા, તેઓ લોકસભા સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા જે હજુ પણ પેન્ડિંગ છે. તેમજ પછી તેઓ બીજો અવિશ્વાસ પ્રસ્તાવ માટે નોટિસ રજૂ કરી રહ્યા છે જેનો કોઈ અર્થ નથી.
પ્રિયંકા ગાંધીએ કીધું કિરેન રિજિજુ એ નેહરુના વાક્યનો ઉપયોગ કર્યો
તેની બાદ લોકસભા અધ્યક્ષે પ્રિયંકા ગાંધીને બોલાવવાનો સમય આપ્યો હતો. પ્રિયંકા ગાંધીએ કહ્યું, "હું એટલે હસતી હતી કારણ કે આજે કિરેન રિજિજુ એ નેહરુના વાક્યનો ઉપયોગ કર્યો જેની તેઓ ફક્ત ટીકા કરે છે. જે તેમના ફાયદા માટે હતો. તેમણે એમ પણ કહ્યું કે વિપક્ષી નેતા એકમાત્ર એવી વ્યક્તિ છે જે 12 વર્ષ સુધી કેન્દ્ર સરકાર સામે ઝૂક્યા નથી.
નેહરુએ જ આ મહાન લોકશાહીને મજબૂત બનાવી
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે અચાનક તેઓએ સ્વીકારી લીધું છે કે નેહરુએ જ આ મહાન લોકશાહીને મજબૂત બનાવનાર વ્યક્તિ છે. આ દેશમાં ફક્ત એક જ વ્યક્તિ છે જે છેલ્લા 12 વર્ષમાં સરકાર સામે નથી ઝુકી અને તે છે વિપક્ષના નેતા છે. જે હંમેશા સત્ય બોલે છે.