Tue Apr 21 2026

Logo

IPLમાં ઓરેન્જ કેપની રેસ થઈ રોચક, ટોપ 5માં છે વૈભવ સૂર્યવંશી સહિત આ 4 ભારતીય

1 day ago
Author: Mayurkumar Patel
Article Image

નવી દિલ્હીઃ ક્રિકેટના મહાકુંભ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં અત્યાર સુધીમાં 30 મુકાબલા રમાઈ ચુક્યા છે. જેમ જેમ ટુર્નામેન્ટ આગળ વધી રહી છે તેમ તેમ ઓરેન્જ કેપની રેસ પણ રોચક બની રહી છે. આ વર્ષે અત્યાર સુધીમાં સૌથી વધુ રન બનાવનારા ટોપ-5 બેટ્સમેનમા 4 ભારતીય છે. સાઉથ આફ્રિકાનો બેટ્સમેન ક્લાસેન હાલ ઓરેન્જ કેપ હોલ્ડર છે પરંતુ તેની તથા અન્ય બેટ્સમેનો વચ્ચે રનનું વધારે અંતર નથી.

કલાસેન નંબર 1

ચાલુ વર્ષે આઈપીએલમાં સૌથી વધુ રન બનાવવા મામલે સનરાઈઝર્સ હૈદરાબાદનો બેટ્સમેન ક્લાસેન નંબર 1 છે. તેણે અત્યાર સુધીમાં 6 મેચમાં 283 રન બનાવ્યા છે. 47.17ની સરેરાશ અને 144.39ના સ્ટ્રાઈક રેટથી તેણે આ રન ફટકાર્યા છે. તેના નામે 19 ચોગ્ગા અને 10 છગ્ગા છે. બીજા ક્રમે શુભમન ગિલ છે. તેણે 4 મેચમાં 251 રન ફટકાર્યા છે. એટલે કે ગિલ અને ક્લાસેન વચ્ચે રનમાં વધારે અંતર નથી. ઉપરાંત ગિલે બે મેચ ઓછી રમી છે.

કિંગ કોહલી ત્રીજા ક્રમે

આઈપીએલમાં ચાલુ વર્ષે સૌથી વધુ રન બનાવવા મામલે વિરાટ કોહલી ત્રીજા ક્રમે છે. તેણે અત્યાર સુધીમાં 6 મેચમાં 247 રન બનાવ્યા છે. તેની સરેરાશ 49.40 છે અને સ્ટ્રાઈક રેટ 157.32 છે.

વૈભવ સૂર્યવંશી ચોથા ક્રમે

લિસ્ટમાં ચોથા ક્રમે વૈભવ સૂર્યવંશી છે. તેણે 6 મેચમાં 246 રન બનાવ્યા છે. તેણે 41ની સરેરાશ અને 236.54ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. વૈભવે 24 ચોગ્ગા અને 20 છગ્ગા માર્યા છે. કોહલીથી તે માત્ર એક રન જ પાછળ છે.

રજત પાટીદાર પાંચમા ક્રમે

આઈપીએલ 2026માં સૌથી વધુ રન બનાવનારા ટોપ 5 બેટ્સમેનોમાં અંતિમ નામ રજત પાટીદારનું છે. તેણે 46ની સરેરશા અને 212.96ના સ્ટ્રાઈક રેટથી 230 રન બનાવ્યા છે. પાટીદારે 12 ચોગ્ગા અને 22 છગ્ગા ફટકાર્યા છે.