Thu Apr 23 2026

Logo

Happy Anniversary! ઐશ્વર્યા અને અભિષેકના લગ્નના 19 વર્ષ પૂર્ણ; આરાધ્યા સાથેના ફેમિલી ફોટોએ સોશિયલ મીડિયા પર જીત્યા દિલ...

2 days ago
Author: Darshana Visaria
Article Image

Aishwarya rai Abhishek Bachchan


બોલીવૂડના મોસ્ટ પોપ્યુલર અને અડોરેબલ કપલમાંથી એક એવા અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચનની જબરી ફેન ફોલોઈંગ છે. જોકે, છેલ્લાં કેટલાક સમયથી આ કપલ એકબીજાથી દૂર દૂર રહે છે જેને કારણે ઈન્ડસ્ટ્રીમાં જાત જાતની વાતો થતી રહી છે. હવે આ બધા વચ્ચે અભિ અને એશે તેમની 19મી વેડિંગ એનિરવર્સરીની સિમ્પલ બટ સોબર સેલિબ્રેશન કરીને આ તમામ વાતો અને અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. 

બોલીવૂડના પાવરફૂલ ફેમિલીમાંથી એક એવા બચ્ચન પરિવારના લાડકવાયા અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચને 20મી એપ્રિલ, 2007માં લગ્ન કર્યા હતા. આ કપલના લગ્નને 19 વર્ષ પૂરા થયા હતા એ પ્રસંગે તેમણે ખૂબ જ સાદગીપૂર્ણ અને સિમ્પલ સેલિબ્રેશન કર્યું હતું. ઐશ્વર્યાએ સોશિયલ મીડિયા પર આ સ્પેશિયલ દિવસના કેટલાક ફોટો શેર કર્યા હતા જેમાં આખું બચ્ચન ફેમિલી હાથમાં સુંદર ફૂલોનો બુકે પકડીને ખુશખુશાલ જોવા મળી રહ્યું છે.

ઐશ્વર્યા રાય-બચ્ચનની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. ફેન્સ અને સેલેબ્સ ઐશ્વર્યાની આ પોસ્ટ પર લાઈક્સ અને કમેન્ટ કરી રહ્યા છે. તમે પણ ઐશ્વર્યાની આ વાઈરલ પોસ્ટ ના જોઈ હોય તો અત્યારે જ જોઈ લો... 

આ ખાસ પ્રસંગે અભિષેક બચ્ચને ઓપ્રા વિન્ફ્રીને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવેલી એક રોમેન્ટિક સ્ટોરી ફરી તાજી થઈ છે. અભિષેકે ઓપ્રા વિન્ફ્રેના ઈન્ટરવ્યુમાં ફિલ્મ ગુરુનું પ્રમોશન કરવા પહોંચ્યો હતો. ત્યાર તે પોતાની હોટલની બાલ્કનીમાં ઉભા રહીને વિચારતો હતો કે કાશ તે ઐશ્વર્યા સાથે લગ્ન કરીને જીવન વિતાવી શકે. ત્યારબાદ, અભિષેક ઐશ્વર્યાને તે જ બાલ્કનીમાં લઈ ગયો અને ઘૂંટણ પર બેસીને તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. ઐશ્વર્યાએ તરત જ હા પાડી દીધી હતી.

ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચનના લગ્ન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી પ્રાઈવેટ અને ઈન્ટિમેટ લગ્નમાંથી એક હતા. 20મી એપ્રિલ, 2007માં બંનેએ લગ્ન કરી લીધા હતા. લગ્નના ચાર વર્ષ બાદ એટલે કે 2011ની 16મી નવેમ્બરના દીકરી આરાધ્યાનું આગમન થયું હતું. આ કપલ હેપ્પી મેરિડ લાઈફ જીવી રહ્યું છે.