Sat May 02 2026

Logo

રિતેશ દેશમુખની ફિલ્મ 'રાજા શિવાજી' નું રેકોર્ડબ્રેક ઓપનિંગ, રીલિઝ પહેલા 1 લાખ ટિકિટ બુક

1 day ago
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ રિતેશ દેશમુખની નવી ફિલ્મ  'રાજા શિવાજી' રીલિઝ થવાની સાથે જ એક ઈતિહાસ બનાવવા જઈ રહી છે. આમ પણ આ ફિલ્મ ઈતિહાસના પાના પરથી સિનેસ્ક્રિન પર આવી રહી છે. શિવાજી મહારાજના જીવન-કિસ્સાઓ પર આધારિત ફિલ્મ 1 મેના રોજ સિનેમાઘરમાં આવી રહી છે. 'રાજા શિવાજી' મરાઠી સિને જગતના ઈતિહાસમાં એક નવો અધ્યાય શરૂ કરશે. આ મરાઠી સિનેમાની સૌથી મોટી બોક્સ ઓફિસનું ઓપનિંગ કરનારી ફિલ્મ બનવા માટે તૈયાર છે. 

પ્રોડક્શન હાઉસની ચોથી ફિલ્મ

રિતેશ અને જીનેલિયા દેશમુખે પોતાના પ્રોડક્શન હાઉસમાં આ ફિલ્મ તૈયાર કરી છે. મુંબઈ ફિલ્મ કંપનીમાં ફિલ્મ બની છે. 'રાજા શિવાજી' આ જ કંપનીની ચોથી ફિલ્મ છે. રિતેશે છત્રપતિ શિવાજી મહારાજનો રોલ પ્લે કર્યો છે. બીજાપુરના સુલ્તાન અફઝલ ખાનના રોલમાં સંજય દત્ત એક અલગ અવતારમાં જોવા મળશે. 'રાજા શિવાજી'માં અભિષેક બચ્ચન, વિદ્યા બાલન, ફરદીન ખાન, બોમન ઈરાની જેવા નામી કાલાકરો છે, જ્યારે સલમાન ખાન આ ફિલ્મમાં મહેમાન કલાકાર તરીકે જોવા મળશે. 'રાજા શિવાજી' હિન્દી અને મરાઠી ભાષામાં રીલિઝ થશે. 100 કરોડના બજેટમાં તૈયાર થયેલી ફિલ્મ મરાઠી ઝોનની સૌથી મોંઘી ફિલ્મ માનવામાં આવે છે. 

અઢી કરોડનું ગ્રોસ ક્લેક્શન

આ ફિલ્મના એડવાન્સ બુકિંગનો રિપોર્ટ કહે છે કે, આ ફિલ્મ પ્રોડ્ક્શન ખર્ચ તો કવર કરશે પણ મરાઠી ફિલ્મ સિનેમાની સૌથી મોટી ફિલ્મ બનશે અને હિટ જશે. ગુરૂવારે જ આ ફિલ્મની 99 હજાર ટિકિટ બુક થઈ ચૂકી હતી. એડવાન્સ ક્લેક્શનની વાત કરવામાં આવે તો અઢી કરોડનું ગ્રોસ ક્લેક્શન કર્યું છે. બ્લોક સિટ સાથે ફિલ્મ રીલિઝ પહેલા બુકિંગના સંદર્ભે 4 કરોડ રૂપિયા સુધી પહોંચે એવી પૂરી શક્યાતઓ છે. ટિકિટ બુકિંગમાં પણ 1 લાખ ટિકિટ બુથ થઈ ચૂકી છે. બ્લોક સિટ વગરનું બુકિંગ 3 કરોડ થયા હોવાના રિપોર્ટ છે. 'રાજા શિવાજી'ના એડવાન્સ બુકિંગ પરથી જ અદંજો લગાવી શકાય છે કે, આની ઓપનિંગ 8 કરોડ સુધી પહોંચી શકે છે. 

માઈલસ્ટોન બની રહેશે ફિલ્મ

આ પહેલા મરાઠી ફિલ્મે 5 કરોડ રૂપિયાનું નેટ ઓપનિંગ કર્યું હતું. એ પછી આ ફિલ્મ મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટું ઓપનિંગ કરવા પર રેકોર્ડ બનાવી શકે છે.હવે દર્શકોનો મૂડ પોઝિટિવ રહ્યો તોઆ ફિલ્મ મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટી ફિલ્મ બની શકે છે. 'રાજા શિવાજી' 10 કરોડનો આંકડો પાર કરી શકે છે. જોવાનું એ રહે છે કે, આ ફિલ્મ મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લેન્ડમાર્ક બને છે કે નહીં.