Mon Apr 20 2026

Logo

નવી મુુંબઈના ઉરણમાં કાર્ગો ગોદામમાં ભીષણ આગ

1 day ago
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈ:
નવી મુંબઈના ઉરણ તાલુકાના ગાવહન ફાટા પરિસરમાં જવાહરલાલ નહેરુ પોર્ટ ઓથોરિટી (જેએનપીએ) નજીક રહેલા કાર્ગો હૅંડલિંગ ગોદામમાં શનિવારે બપોરના ભીષણ આગ ફાટી નીકળી હતી. 
મળેલી માહિતી મુજબ સંબંધિત ગોદામમાં મોટા પ્રમાણમાં માલ-સામાનનો સ્ટોક હતો. આગ લાગ્યા બાદ તે ઝડપભેર ફેલાઈ ગઈ હતી, જેમાં તમામ માલ-સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

ગોદામમાં રસાયણનો સ્ટોક હોવાથી આગની તીવ્રતા વધુ હોવાથી પરિસરમાં ધુમાડો ફેલાઈ ગયો હતો અને દૂર દૂર સુધી ધુમાડાના ગોટા દેખાઈ રહ્યા હતા. આગની જાણ થતા જ ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર નિયંત્રણ મેળવવામાં પ્રયાસ હાથ ધર્યા હતા. આગમાં કોઈ જીવહાનિ થઈ નહોતી. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતુંં.