Tue Apr 21 2026

Logo

આખરે લેન્સકાર્ટે આપી દીધી મોટી છૂટ, સંસ્કૃતિના દરેક પ્રતિકનું અમે સ્વાગત કરીએ છીએ

2 days ago
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ જાણીતી ચશ્મા બનાવતી કંપની લેન્સકાર્ટ પોતાના રૂલ્સને કારણે છેલ્લા કેટલાક દિવસોથી વિવાદોમાં હતી. આખરે કંપનીઓએ આપેલી છૂટને લઈને એલાન કરી દીધું છે. કંપનીએ નવી જાહેરાત કરતા કહ્યું હતું કે, હવેથી દરેક સ્ટોર્સમાં કામ કરતા કર્મચારીઓ તિલક, સિંદૂર, મંગળસૂત્ર, કડું, પાઘડી અને હિજાબ જેવી ધાર્મિક અથવા સાંસ્કૃતિક ઓળખ ધરાવતી વસ્તુઓ પહેરીને કામ કરી શકે છે. આ એલાન સાથે લેન્સકાર્ટ કંપનીએ કર્મચારીઓ માટેની એક ઈન સ્ટોર ગાઈડલાઈન્સ જાહેર કરી દીધી છે. 

ગાઈડલાઈન્સ જાહેર કરી
કંપનીએ એવી સ્પષ્ટતા કરી છે કે, આ કોઈ એવી છૂટ કે અપવાદ નથી, કંપનીની ઓળખનો એક ભાગ છે. જો કોઈ કર્મચારીને એવા કોઈ જૂના કોમ્યુનિકેશનથી એવું લાગ્યું હોય કે, એમની આ સંસ્થાની જગ્યા યોગ્ય નથી, તો કંપની એ માટે માફી માગે છે. હેવથી દરેક પોલીસી અને ટ્રેનિંગ મટિરિયલ્સ આ જ મૂલ્યોને દર્શાવશે. શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કંપનીએ લખ્યું હતું કે, અમે તમારી વાત સાંભળી છે, સ્પષ્ટ રીતે અને ખુલ્લા દિલથી. છેલ્લા કેટલાક દિવસોમાં અમારા ગ્રૂપ અને ગ્રાહકોએ પોતાની વાત રજૂ કરી છે. એમની વાત અમે ધ્યાનથી સાંભળી છે. અમે ઈન સ્ટોર ગાઈડલાઈન્સના ધોરણોને વધારે સ્મૂથ બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. જેને સાર્વજનિક અને પારદર્શિક રીતે શેર પણ કરીએ છીએ. 

દરેક નિશાનનું સ્વાગત છે
અમારી ટીમના સભ્યોની આસ્થા અને સંસ્કૃતિના દરેક નિશાનનું અમે સ્વાગત કરીએ છીએ. એ પછી તિલક હોય, સિંદૂર હોય, મંગળસૂત્ર હોય, કડું હોય, હિજાબ હોય કે પાઘડી હોય. અપવાદના રૂપમાં નહીં અમારી ઓળખના રૂપમાં એનો સ્વીકાર કરીએ છીએ. લેન્સકાર્ટ ભારતમાં ભારતીયો માટે ભારતીય દ્વારા બની છે. 24000થી વધારે સ્ટોર્સ એવા લોકો દ્વારા સંચાલિત છે જે દરરોજ પોતાના વિશ્વાસ, પરંપરા અને ઓળખ સાથે કામ પર આવે છે. આ કોઈ એવી વસ્તુ નથી જેને અમે દરવાજા પર મૂકાવીને અંદર એન્ટ્રી આપીએ. કામ કરવાની જગ્યા પર, કોઈપણ સંવાદને કારણે કોઈને પણ ઠેસ પહોંચી હોય કે, કોઈ ટીમના સભ્યને એવું લાગ્યું હોય કે અહીંયા આસ્થાનું કોઈ સ્વાગત નથી તો એ બદલ દુઃખ વ્યક્ત કરીએ છે.