Tue Apr 21 2026

Logo

યુએસએ જહાજ પર કર્યો કબજો કરતા, ઈરાનના રાષ્ટ્રપતિએ પાકિસ્તાનના વડાપ્રધાનને ફોન કર્યો

Tehran   1 day ago
Author: Savan Zalariya
Article Image

તેહરાન: યુએસ અને ઈરાન વચ્ચે તણાવ ફરી વધી રહ્યો છે, યુએસએ હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાના કાર્ગો જહાજ પર હુમલો કરીને તેનાં પર કબજો કર્યો છે. આ દરમિયાન ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફ સાથે ફોન પર વાત કરી. 

અહેવાલ મુજબ પેઝેશ્કિયાને ફોન પર શેહબાઝ શરીફને કહ્યું કે યુએસ ગુંડાગીરી કરી રહ્યું છે અને ગેરવાજબી વર્તન કરી રહ્યું છે, જેને કારણે ઈરાનમો શંકા વધી છે. પેઝેશ્કિયાને કહ્યું કે તેમને શંકા છે કે યુએસ અગાઉની પેટર્નનું પુનરાવર્તન કરશે અને રાજદ્વારીય દગો કરશે.નોંધનીય છે કે પાકિસ્તાને યુએસ અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરાવી હતી. 12 એપ્રિલે ઇસ્લામાબાદમાં મેરેથોન વાટાઘાટો યોજાઈ હતી, જોકે આ વાટાઘાટો કોઈ અંતિમ કરાર સુધી પહોંચી શકી ન હતી. 

સંઘર્ષ શરૂ થયા બાદ પહેલીવાર આવું બન્યું:
બુધવારે બે અઠવાડિયાના યુદ્ધવિરામનો અંત આવવાનો છે, ત્યારે યુએસ નેવીના સૈનિકો ઓમાનના અખાતમાં ઈરાનના ધ્વજવાળા એક કાર્ગો જહાજ પર ગોળીબાર કરીને તેમાં સવાર થયા હતાં અને જહાજ પર કબજો કર્યો છે.

28 ફેબ્રુઆરીથી સંઘર્ષ શરૂ થયા બાદ પહેલીવાર હોર્મુઝ સ્ટ્રેટમાં યુએસ દ્વારા કોઈ વ્યાપારિક જહાજ જપ્ત કરવામાં આવ્યું છે.

યુદ્ધના વાદળો ફરી ઘેરાયા!
યુએસ રાષ્ટ્ર ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે યુએસએસ સ્પ્રુઅન્સએ એક ઈરાનના જહાજને રોકવા માટે "વાજબી ચેતવણી" આપી હતી પરંતુ ઈરાની જહાજના ક્રૂએ ચેતવણી ન સાંભળી, ત્યારે જહાજ પર કબજો કરવામાં આવ્યો.

બંને દેશો વચ્ચે તણાવ વધવાને કારણે દુનિયાભરના દેશોની  ચિંતા ફરી વધી છે, જો સંઘર્ષ ફરી શરુ થાય તો ઇંધણનો પુરવઠો ફરી ખોરવાઈ શકે છે.