Tue Apr 21 2026

Logo

Fly91 ફ્લાઇટ બેકાબૂ થતા લોકોના જીવ તાળવે ચોંટ્યા; ચાર કલાક સુધી હવામાં રહ્યું વિમાન, જુઓ વીડિયો

1 day ago
Author: Vimal Prajapati
Article Image

Fly91 ફ્લાઇટનું બેંગલુરુમાં સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું

બેંગલુરુઃ વિમાનમાં મુસાફરી કરી રહ્યો હોઈએ અને હવામાં જ વિમાન બેકાબૂ થઈ જાય તો! આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. વિમાન હવામાં હતું, ત્યારે તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ, જેના કારણે તેને બેંગલુરુ ડાયવર્ટ કરવામાં આવ્યું હોવાના સમાચાર મળ્યાં છે. વિમાન બેકાબૂ થયું હોવાના કારણે ગભરાયેલા મુસાફરો ચીસો અને બૂમો પાડવા લાગ્યા હતા, જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 

ટેકનિકલ ખામીને કારણે Fly91 ફ્લાઇટ બેકાબૂ બની

વિગતે વાત કરવામાં આવે તો, Fly91 ફ્લાઇટ ટેકનિકલ ખામીને કારણે હવામાં બેકાબૂ બની ગઈ હતી. જેના કારણે મુસાફરો લગભગ ચાર કલાક સુધી ગભરાટમાં રહ્યા. Fly91 એરલાઇન્સની ફ્લાઇટ IC3401 રવિવારે બપોરે લગભગ 3:00 વાગ્યે હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી રવાના થઈ હતી. આ વિમાન હુબલી પહોંચે તે પહેલા જ તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ ગઈ હતી. જેના પરિણામે પાઇલટ્સને ઉતરાણ અંગેનો પોતાનો નિર્ણય બદલવાની ફરજ પડી હતી. 
 

બેકાબૂ થયેલું વિમાન ચાર કલાક સુધી હવામાં રહ્યું

ચોંકાવનારી વાત એ છે કે, બેકાબૂ થયેલું વિમાન ચાર કલાક સુધી હવામાં રહ્યું હતું. આ વિમાને  ચાર કલાક સુધી મુંડગોડ, દાવણગેરે અને શિવમોગા જેવા વિસ્તારોમાં ચક્કર લગાવ્યાં હતાં. અને આખરે વિમાનને બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરફ વાળવામાં આવ્યું, જ્યાં તે સાંજે 7:30 વાગ્યે સુરક્ષિત રીતે લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મુસાફરોની જીવ તાળવે ચોંટી ગયાં હતા. લોકોને મોત નજીકથી દેખાવા લાગ્યાં હતું. તેમાંના ઘણા પ્રાર્થના કરી રહ્યા હતા, જ્યારે અન્ય લોકો રડી પડ્યા હતા. વિમાનમાં સવાર કેટલાક મુસાફરોએ ઘટનાના વીડિયો બનાવ્યો જે વાયરલ થઈ રહ્યો છે.