Wed May 13 2026

Logo

હંટા વાયરસનો કહેર: અમેરિકા અને ફ્રાન્સના મુસાફરો સંક્રમિત

Hague   1 day ago
Author: Mumbai Samachar Team
Article Image

હેગઃ હંટા વાયરસથી પ્રભાવિત લક્ઝરી ક્રુઝ શિપ એમવી હોન્ડિયસ પરથી બહાર કાઢવામાં આવેલા બે અમેરિકન અને એક ફ્રેન્ચ નાગરિકમાં વાયરસના હળવા લક્ષણો જોવા મળ્યા હોવાના અહેવાલ છે.

રવિવારના રોજ કેનેરી દ્વીપ સમૂહમાં જહાજ લાંગર્યા પછી મુસાફરોએ સૈન્ય અને સરકારી વિમાનો મારફત તેમના ઘરે પરત ફરવાનું શરૂ કરી દીધું હતું. 

ફ્રાન્સના આરોગ્ય પ્રધાન સ્ટેફની રિસ્ટે સોમવારે જણાવ્યું કે એક ફ્રેન્ચ મહિલા હંટા વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. આ મહિલા રવિવારના રોજ જહાજ પરથી પેરિસ પરત લાવવામાં આવેલા પાંચ ફ્રેન્ચ મુસાફરો પૈકીની એક હતી. પેરિસ જતી વખતે જ મહિલામાં લક્ષણો દેખાવા લાગ્યા હતા.

તો આ બાજુ અમેરિકન આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે જહાજમાંથી બહાર કાઢવામાં આવેલા અને નેબ્રાસ્કા લઇ જવામાં આવેલા ૧૭ અમેરિકન મુસાફરોમાંથી એકનો હંટા વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, પરંતુ તેનામાં કોઇ લક્ષણ જોવા મળી રહ્યા નથી. 

જ્યારે અન્ય એક મુસાફરમાં હળવા લક્ષણો જોવા મળ્યા છે. આ અમેરિકન મુસાફરોને પહેલા યુનિવર્સિટી ઓફ નેબ્રાસ્કા મેડિકલ સેન્ટર લઇ જવામાં આવશે. જ્યાં તેમની તપાસ કરવામાં આવશે.