Sun May 17 2026

Logo

નાગિન ફેમ એક્ટ્રેસ મૌની રૉયના લગ્નજીવનમાં ભંગાણ? પતિએ દગો કરીને પૈસા પડાવી લીધા

3 days ago
Author: Mayur Patel
Article Image

મુંબઈઃ નાગિન ફેમ એક્ટ્રેસ મૌની રૉયના જીવનમાં હાલ ઉથલપાથલ મચી છે. બિઝનેસમેન પતિ સૂરજ નાંબિયર સાથે તેના છૂટાછેડાની અટકળોથી ખળભળાટ મચી ગયો છે. મૌની અને સૂરજે એકબીજાને અનફૉલો કર્યા છે, તેમજ સૂરજ સાથે છૂટાછેડાના સમાચારથી પરેશાન થઈને ઈન્સ્ટા એકાઉન્ટ ડિએક્ટિવ કરી દીધું છે.

રિપોર્ટમાં શું કરવામાં આવ્યો છે દાવો

મૌનીના જીવનમાં શું થયું તેને લઈ વિવિધ મીડિયા રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા મુજબ, સૂરજે મૌનીને દગો આપ્યો છે. રિપોર્ટ મુજબ, સૂરજે મૌનીના પૈસાનો ગેરઉપયોગ કર્યો છે. એક્ટ્રેસના પૈસાનો પોતાના અંગત કામ માટે ઉપયોગ કર્યો છે. જોકે એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, સૂરજ અને મૌનીના છૂટાછેડા થઈ ચૂક્યા છે.

બંને ઘણા મહિનાથી રહે છે અલગ
 
મૌનીના 4 વર્ષના લગ્નજીવનમાં ભંગાણા સર્જાયું છે, છૂટાછેડાનું શું સ્ટેટસ છે, તેના પર બંને તરફથી હજુ કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. સૂત્રો મુજબ, મૌની અને સૂરજ ઘણા મહિનાથી અલગ રહી રહ્યા છે. મૌનીના ઈન્સ્ટા પર  સૂરજ સાથેના લગ્નના ફોટા પણ નજરે પડતા નથી. 

બંનેએ ચાર વર્ષ પહેલા ધામધૂમથી લગ્ન કર્યા હતા. તેમના લગ્નમાં ભંગાણ પડશે તેવી ફેંસને આશા પણ નહોતી. મૌની અને સૂરજના દાંપત્ય જીવન પર લાગેલા ગ્રહણથી ફેંસ પરેશાન થઈ ગયા છે. 

ગોવામાં કર્યા હતા લગ્ન

મૌનીએ 27 જાન્યુઆરી, 2022ના રોજ ગોવામાં લગ્ન કર્યા હતા. તેમના લગ્ન મલયાલી અને બંગાળી રીતરિવાજથી થયા હતા. ત્રણ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.