Mon May 18 2026

Logo

પાણીમાં જાણે સોનપરી બની હોય એવું બોલ્ડ ફોટોશૂટ નોરાએ કરાવ્યું, પાણીમાં પોઝ એ સૌથી મોટી ચેલેન્જ બની

1 day ago
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહેતી ડાન્સિંગ એક્ટ્રેસ નોરા ફતેહીના ફોટોશૂટે ફરી એકવાર ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે. પોતાની બ્યૂટી અને ફીગરને કારણે ફેન્સની ફેવરીટ નોરાએ તાજેતરમાં જોરદાર ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં તે ગોલ્ડન આઉટફિટમાં જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર એની આ તસવીર જોરશોરથી વાયરલ થઈ રહી છે. નોરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ ફોટો પોસ્ટ કરીને ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે. 

સોશિયલ મીડિયા પર ચર્ચા

સોશિયલ મીડિયા પર એના આ લૂક્સની ચર્ચા થઈ રહી છે.ગોલ્ડન કલરના આઉટફિટની સાથે બીજી એસેસરી પણ ગોલ્ડન કલરની એના આઉટફિટ સાથે મેચ થાય છે. નોરાએ જાણે સોનપરીનો અવતાર ધારણ કર્યો હોય એવું આ ફોટો પરથી અવશ્ય કહી શકાય છે.

નોરાના આવા લૂક્સથી ફેન્સની નજર એના ફોટો પરથી હટતી નથી. આ લૂકમાં તેણે સટલ મેકઅપ કર્યો છે અને વાળ ખુલ્લા રાખ્યા છે.

પાણીની વચ્ચે રહીને તેમણે દમદાર પોઝ આપ્યા હતા. નેરાએ પણ પોતાના કેપ્શનમાં લખ્યું હતું કે, 'ઈસ લૂક કેમ હમ દીવાને હો ગયે'. મ્યુઝિક વીડિયો 'બોડી રોલ' માટે તેમણે આવો લૂક કર્યો છે.

આ ગીત હનીસિંહે તૈયાર કર્યું છે. આ પહેલા પણ નોરા હનીસિંહ સાથે મ્યુઝિક વીડિયો પ્રોજેક્ટ પર કામ કરી ચૂકી છે. 

ફેસબુક પર જોઈ શકશો વીડિયો


સરકે ચુનર ગીતને લઈને વિવાદ થતા નોરાને કોર્ટના ધક્કા ખાવાનો વારો આવ્યો હતો. ગ્લેમરસ વેસ્ટર્ન આઉટફિટ્સ, ટ્રેડિશનલ એથનિક લુક અને શૂટ આઉટફિટ્સમાં ફોટોશૂટ કરાવી ચૂકી છે. ફેસબૂક પર આમાંથી એક ફોટો તેણે પોતાના કવરપેજ તરીકે પણ સેટ કર્યો હતો. ફેસબુક પર એક વીડિયો ક્લિપ શેર કરતા તેણે બોડીરોલના મ્યુઝિક પર એક રીલ પણ શેર કરી છે. જેમાં તે મસ્ત મુવ્ઝ કરી રહી છે. અન્ય એક વીડિયો ક્લિપ શેર કરતા બોડી રોલ ગીતના બિહાઈન્ડ ધ સીન જોઈ શકાય છે.

 

આ વીડિયોમાં પણ તે ગોલ્ડન આઉટફીટમાં જ જોવા મળી રહી છે. આ વીડિયોમાં એની સાથે બીજા કેટલાક ક્રૂ મેમ્બર્સ પણ જોઈ શકાય છે. આ ઉપરાંત એની સાથે કેટલીક ડાન્સર્સ પણ જોવા મળી રહી છે. એવું જાણવા મળ્યું છે કે, આ મ્યુઝિક વીડિયો માટે નોરાને ઘણી મહેનત કરી પડી હતી. ખાસ કરીને પાણીમાંથી બાહર નીકળતા સીન માટે, કારણ કે આ પાણી ખૂબ જ ઠંડું હતું અને આવા આઉટફીટમાં ઠંડીના માહોલમાં પાણીમાં પોઝ આપવા ભારે થઈ પડ્યા હતા.