અમદાવાદઃ રાજ્યમાં 1 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટેની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે. રાજ્યના 15 મગાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી તથા નગરપાલિકાઓની ખાડી પડેલી પેટા ચૂંટણી આગામી સમયમાં યોજાશે. જે અંતર્ગત 1 એપ્રિલના રોજ આખરી પ્રસિદ્ધિ કરાશે. વડા પ્રધાન આજે ગુજરાત મુલાકાતે છે, તેઓ પરત ફર્યા બાદ બે થી ત્રણ દિવસમાં ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવે તેવી અટકળો થઈ રહી છે.
કેવી રીતે ચેક કરશો તમારું નામ
તમે મતદાર યાદીમાં તમારું નામ અનેક રીતે તપાસી શકો છો. સૌથી સહેલો રસ્તો ઓનલાઈન છે. અહીં તમને સંપૂર્ણ વિગતો મળે છે .
સૌ પ્રથમ https://voters.eci.gov.in/ પર જાવ.
અહીં ઘણા વિકલ્પો દેખાશે જેમાંથી Search in Electoral Roll પર ક્લિક કરવાનું રહેશે. જો તમે ઇચ્છો તો તમે સીધા https://electoralsearch.eci.gov.in/ પર પણ જઈ શકો છો.
હવે એક નવું પેજ ખુલશે. અહીં તમારે તમારા મતદાર IDની વિગતો દાખલ કરવાની રહેશે.
વિગતોમાં નામ, ઉંમર, જન્મ તારીખ, લિંગ, રાજ્ય અને જિલ્લો વગેરે જેવી વિગતો દાખલ કરવાની રહેશે.
હવે બોક્સમાં નીચે આપેલ કેપ્ચા કોડ દાખલ કરો અને સર્ચ પર ક્લિક કરો.
એ જ પેજ પર તમને બીજી લિંક મળશે જેમાં EPIC number નંબર, સ્ટેટ અને કૈપ્ચા કોડ દાખલ કરવાનો રહેશે.
આ પછી એક નવું ટેબ ખુલશે અને તમે ચેક કરી શકશો કે તમારું નામ મતદાર યાદીમાં છે કે નહીં.
એસએમએસ દ્વારા આ રીતે નામ તપાસો
સૌ પ્રથમ તમારા મોબાઈલ ફોનના ટેક્સ્ટ સંદેશાઓ પર જાઓ.
અહીં EPIC લખો સ્પેસ આપો અને વોટર આઈડી કાર્ડ નંબર લખો.
હવે આ મેસેજ 9211728082 અથવા 1950 પર મોકલો.
આ પછી તમારા નંબર પર એક સંદેશ આવશે, જેમાં તમારો મતદાન નંબર અને નામ લખેલું હશે.
જો તમારું નામ મતદાર યાદીમાં નથી તો તમને કોઈ માહિતી પ્રાપ્ત થશે નહીં.
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કહેવાયું છે કે, જિલ્લા-તાલુકા પંચાયતોના મતદાર વિભાગોની મતદાર વિભાગવાર આખરી પ્રસિદ્ધ થયેલી મતદાર યાદીઓમાં ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની કલમ-20(6) અનુસાર રાજ્ય ચૂંટણી આયોગના આદેશ મુજબ જિલ્લા-તાલુકા પંચાયતોના મતદાર વિભાગોની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો રજૂ કરવાની છેલ્લી તારીખ પહેલાંની તારીખ સુધી નવા નામો દાખલ કરી શકાશે, નામ સુધારો કરી શકશે અને નામો કમી કરી શકાશે. આખરી પ્રસિદ્ધ થયેલી મતદાર યાદી (પુરવણી સહિત)ની બે નકલ (બેક નકલ છાપેલી બને બીજી નકલ સોફ્ટકોપીમાં PDF સ્વરૂપે-મતદારોના ફોટા વગરની) સંબંધિત નિયમોનુસાર માન્ય રાજકીય પક્ષોને પૂરી પાડવા તથા ચૂંટણી પ્રક્રિયા માટે મતદાર યાદીની જરૂર પૂરતી નકલો કઢાવી રાખવા પૂર્વ આયોજન હાથ ધરવા જણાવવામાં આવ્યું છે.