Fri Aug 21 2026

Logo

વન-ડે વર્લ્ડ કપમાં યજમાન નામિબિયાને જ પ્રવેશ નહીં મળે? ઇતિહાસમાં પહેલી વખત બનશે કે શું?

2026-07-30 18:22:28
Author: Ajay Motiwala
Article Image

નવી દિલ્હીઃ વન-ડેનો વર્લ્ડ કપ (ODI WC 2027) આવતા વર્ષે રમાવાનો છે, પણ એના મહિનાઓ પહેલાં આ ટૂર્નામેન્ટમાં કઈ ટીમ રમશે અને કોને નહીં રમવા મળે એ મુદ્દે હાલમાં જબરદસ્ત રોમાંચનો અનુભવ થઈ રહ્યો છે.

સૌથી મોટો સવાલ એ છે કે યજમાન નામિબિયા (Namibia) આ ટૂર્નામેન્ટમાં ક્વૉલિફાય કરી શકશે કે નહીં? આ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં અત્યાર સુધી ક્યારેય નથી બન્યું ક્યાંક એવું તો નહીં જોવા મળેને? વર્લ્ડ કપની યજમાન ટીમ જ મુખ્ય ટૂર્નામેન્ટમાં ક્વૉલિફાય ન થઈ હોય એવું આજ સુધી ક્યારેય નથી બન્યું. ઉલ્લેખનીય છે કે 2027નો વર્લ્ડ કપ નામિબિયા તેમ જ સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વેમાં સંયુક્ત રીતે યોજાવાનો છે. સાઉથ આફ્રિકા તથા ઝિમ્બાબ્વેને સીધો પ્રવેશ મળ્યો છે, પણ નામિબિયા આઇસીસીનું ફુલ મેમ્બર-રાષ્ટ્ર ન હોવાને કારણે એણે ક્વૉલિફાય થવું પડશે.

હાલમાં આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ લીગ-ટૂ ચાલી રહી છે જેમાં આઠ ટીમ પોતાનું ભાગ્ય ચમકાવવાનો પ્રયત્ન કરી રહી છે. આ ટૂર્નામેન્ટ પૂરી થશે ત્યારે ટોચની જે ચાર ટીમ ક્વૉલિફાયરમાં જતી રહેશે. પાંચથી આઠ નંબર પર રહેનારી ટીમેોએ ક્વૉલિફાયર પ્લે-ઑફ રમવો પડશે. હાલમાં નામિબિયાની ટીમ પાંચમા સ્થાને છે. આ ટીમ ટૉપ-ફોરમાં જાય પણ ખરી. હાલમાં એવી સંભાવના નકારી ન શકાય.

હાલમાં આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ લીગ-ટૂમાં અમેરિકા નંબર-વન છે. હવે પછીના રાઉન્ડમાં એનો પ્રવેશ લગભગ નિશ્ચિત છે. નામિબિયાની ટીમ 26 પૉઇન્ટ સાથે પાંચમા ક્રમે છે. નામિબિયાએ તાજેતરમાં જ નેપાળને હરાવીને જરૂરી બે પૉઇન્ટ મેળવ્યા છે એટલે એની આશા વધી ગઈ છે. આ ટીમ 31માંથી 12 મૅચ જીતી છે અને 17 હારી છે.