Sat Aug 22 2026

Logo

કેબ બુક કરતાં પહેલાં હવે નહીં આપવી પડે એડવાન્સમાં કોઈ ટિપઃ કેબ કંપનીને કેન્દ્ર સરકારે કરી મોટી ટકોર

2026-08-13 21:31:51
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી/મુંબઈઃ ઓલા-ઉબેર જેવી રાઈડિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરતા લોકો માટે સરકારે એક રાહતભર્યો આદેશ આપ્યો છે. કંપનીઓના આડેધડ નિર્ણય સામે સરકારે આંખ લાલ કરી છે. સામાન્ય રીતે જ્યારે કોઈ કેબ બુકિંગ કરે છે ત્યારે ઉતાવળમાં વધારે પૈસા એડ કરીને જે તે ટ્રીપને બુક કરવામાં આવતી હોય છે. આ મુદ્દા સામે સરકારે કંપનીઓ સામે આંખ લાલ કરીને ઝાટકણી કાઢી છે. ટ્રીપ શરૂ થાય એ પહેલા જ ₹10થી લઈને ₹50 સુધીની ટીપ એડ કરવી પડતી. આ માટે કંપનીઓએ ખાસ વિકલ્પો પણ આપ્યા હતા. હવે આની સામે સરકારે આદેશ આપતા ટ્રિપ શરૂ થતા પહેલા હવે ટીપ આપવાની જરૂર નથી. 

ઓુપ્શન આપવામાં આવ્યો

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે તમામ મોટર વ્હીકલ એગ્રીગેટર્સને પોતાની એપ્લિકેશન તથા પ્લેટફોર્મ પરથી પ્રી રાઈડ ટીપનો વિકલ્પ દૂર કરવાના આદેશ આપ્યા છે. સરકારે આ પગલું એટલા માટે ભર્યું, કારણ કે કેટલીક કેબ એપ્લિકેશન પર બુકિંગ દરમિયાન યાત્રીઓને પહેલા ટીપ એડ કરો એવો વિકલ્પ આપી દેવામાં આવતો હતો. કેટલીક જગ્યાઓ પર જવા પર એડવાન્સ ટીપ, ચુઝ એન ઓડ અને ઈમ્પ્રુવ યોર ચાન્સિસ ઓફ ક્વિકર રાઈડ જેવા મેસેજ આવતા હતા. આનાથી યાત્રીઓને લાગતું હતું એવું કે, પહેલાથી જ જો ટીપ આપી દઈશું તો કેબ ઝડપથી બુક થઈ શકે છે. અથવા ડ્રાઈવર જે તે યાત્રીની રાઈડને પહેલા કન્ફર્મ કરી શકે છે. સરકારે આ પ્રકારની વ્યવસ્થાને ગંભીરતાથી લઈને કંપની સામે વાંધો ઊઠાવ્યો હતો. સરકારે તમામ આવી કંપનીઓને કહ્યું કે, તેઓ પોતાના પ્લેટફોર્મ અને એપ્લિકેશનની સમિક્ષા કરે. એ તમામ ફીચર્સને દૂર કરો જે મોટર વ્હીકલ એગ્રીગેટર ગાઈડલાઈન્સના નિયમનો ભંગ કરે છે. 

આવો ઓપ્શન યોગ્ય નથી

એડવાન્સમાં ટીપ એ યોગ્ય નથી. હવે કોઈ પણ આવી એપ્લિકેશન પર રાઈડ પૂરી થતા પહેલા ટીપનો ઓપ્શન અથવા મેસેજ અથવા પેમેન્ટ વિકલ્પ જોવા મળશે નહીં. જેનાથી યાત્રીને એવું લાગે છે કે, એડવાન્સમાં પૈસા આપી દેવાથી રાઈડ ઝડપથી બુક થઈ જશે. ઝડ઼પથી સર્વિસ મળી જશે. કેબને ઝડપથી મેળવવા માટે યાત્રીઓને પહેલા જ ટીપ આપવા માટે કહી શકાશે નહીં. પણ સરકારે ટીપ આપવા પર કોઈ બ્રેક મારી નથી. યાત્રી પોતાની ઈચ્છા અનુસાર જે તે રાઈડર્સને ટીપ આપી શકે છે. પણ હવે ટીપનો વિકલ્પ રાઈડ પૂરી થયા બાદ આપી શકાય છે. ડ્રાઈવરની સર્વિસ સારી હશે અને યાત્રી પોતાની ખુશીથી કેટલાક ઉપરના પૈસા આપવા માગે છે તો ટ્રીપ પૂરી થયા બાદ જ આપી શકે છે. આ ઉપરાંત જે તે ટીપ મળશે એમાં કંપની એકપણ રકમ લઈ શકશે નહીં. આ રકમ જે તે રાઈડર્સ જ લેશે. કેબ એગ્રીગેટર્સ ટીપમાં આવો કોઈ વિકલ્પ સામેલ રહેશે નહીં. ટૂંકમાં ટીપ આપવી કે ન આપવી એ યાત્રીની પોતાની મરજી છે. આને કેબ સર્વિસ ઝડપથી મેળવવા કે એડવાન્સ બુક કરવા સાથે કોઈ રીતે ક્નેક્ટ ન કરી શકાય

કંપનીઓને કોઈ ફાયદો નહીં

સરકાર પાસે કેબ બુકિંગ દરમિયાન એડવાન્સમાં ટીપ અને ટીપ આપતા મેસેજ અને ઓપ્શનને લઈને ઘણી ફરિયાદ આવી હતી. આ પછી સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ પણ કેબ પ્લેટફોર્મને આ પ્રકારની વ્યવસ્થા બંધ કરવા માટે આદેશ આપ્યા હતા. હવે મંત્રાલય તરફથી આદેશ આપવામાં આવ્યા છે. આનાથી યાત્રીઓને જ સીધો ફાયદો થશે અને ટીપ મળવા પર જે તે રાઈટરને આર્થિક રીતે થોડું વધુ કમાવવાનો ચાન્સ મળશે. ટ્રીપ પૂરી થયા બાદ જે તે યાત્રી ઈચ્છે અને ડ્રાઈવરની સર્વિસ સારી લાગે તો ટ્રીપ આપી શકે છે. આ અંગે રાઈડર કે ડ્રાઈવર પણ ફોર્સ ન કરી શકે. સરકાર આવી ફરિયાદને ગંભીરતાથી લઈને કેબ કંપનીઓને ટકોર કરી હતી.