મુંબઈઃ બોલિવૂડ એક્ટર રણબીર કપૂરના ફેન્સની સંખ્યા ખૂબ મોટી છે. પબ્લિકમાં જ્યારે પણ જોવા મળે ત્યારે ફેન્સ તેની સાથે એક સેલ્ફી લેવાનું ચૂકતા નથી. બીજી તરફ એનો એક ફોટો ક્લિક કરવા માટે પણ ફેન્સ લાઈન લગાવે છે. તેની નાનામાં નાની બાબત પર ફેન્સની એક નજર હોય છે. હવે તેની ફિલ્મ 'રામાયણ' આવી રહી છે. ફિલ્મમેકર્સે આ ફિલ્મનું અમેરિકાના મહાનગર લોસ એન્જલસમાં ખાસ સ્ક્રિનિંગનું આયોજન કર્યું હતું. પ્રોડ્યુસર નમિત મલ્હોત્રા અને ડાયરેક્ટર નિતેશ તિવારી સાથે ફિલ્મની સ્ટારકાસ્ટના ઘણા કલાકારો આ ઈવેન્ટમાં જોવા મળ્યા હતા. આ સ્ક્રિનિંગ દરમિયાન જે બન્યું એની સોશિયલ મીડિયા પર જોરશોરથી ચર્ચા થઈ રહી છે.
મોબાઈલ નંબર દેખાયો
બન્યું એવું કે, રણબીર કપૂરનો મોબાઈલ નંબર લીક થઈ ગયો હતો. સ્ક્રિનિંગ ઈવેન્ટનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક્ટર કોઈ મહિલા સાથે જોવા મળી રહ્યો છે. રણબીર પહેલા એ મહિલા સાથે વાતચીત કરે છે પછી તે મહિલા પોતાનો મોબાઈલ ફોન કાઢે છે અને રણબીર તેનો ફોન લઈ લે છે અને કંઈક ટાઈપ કરે છે. લોકો એવો દાવો કરી રહ્યા છે કે, આ વીડિયોમાં રણબીર કપુરના મોબાઈલ નંબર જોવા મળ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એ દેખાઈ રહ્યું નથી કે ખરેખર રણબીર કપૂર શું ટાઈપ કરી રહ્યો છે. વીડિયોમાં જે મહિલા દેખાઈ રહી છે એ મહિલાનું નામ અન્નપુર્ણા જગન્નાથન છે. આ પણ એક એક્ટ્રેસ છે અને તેણે 'નોબડી વોન્ટ્સ ધીસ', 'લેન્ટર્સ', 'વોલ્ફ્સ' અને 'દિલ્લી બેલી' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ ફિલ્મોમાં તેનો સ્ક્રિન ટાઈમ લિમિટેડ હતો અને તે નાનકડા રોલમાં જોવા મળી હતી.
અમેરિકામાં સ્ક્રિનિંગ
હવે તે મોટા બ્રેક બાદ 'રામાયણ' ફિલ્મના સ્ક્રિનિંગમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં રવિ દુબે, રકુલ પ્રિતસિંહ, અરૂણ ગોવિલ સહિતના અનેક કલાકારો જોવા મળશે. આ ફિલ્મ 5 નવેમ્બરના રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનો બીજો ભાગ આવતા વર્ષે રિલીઝ થવાનો છે. આ ફિલ્મમાં સીતાનું પાત્ર પ્લે કરી રહેલી એક્ટ્રેસ સાઈ પલ્લવીએ પણ આ સ્ક્રિનિંગ ઈવેન્ટમાં એક નિવેદન આપ્યું હતું. જેની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. આ પહેલા ફિલ્મનું સ્ક્રિનિંગ દિલ્હી શહેરમાં કરવામાં આવ્યું હતું. મેકર્સનો ટાર્ગેટ ફિલ્મને માત્ર ભારત પૂરતી જ નહીં પણ વિદેશમાં પણ રિલીઝ કરીને દમદાર રીસપોન્સ મેળવવાનો રહ્યો છે. આ માટે જ અમેરિકામાં એક ખાસ સ્ક્રિનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.