નેશનલ

bar associations અથવા bar councilsમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ કેમ ઓછું? CJIનો સવાલ

નવી દિલ્હીઃ ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે સમગ્ર ભારતમાં બાર કાઉન્સિલ અને બાર એસોસિએશનમાં મહિલાઓના ઓછા પ્રતિનિધત્વ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. CJI ચંદ્રચુડે કહ્યું કે વકીલોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થાઓમાં મહિલાઓ માટે ચૂંટણીનું વાતાવરણ સારું નથી. ઓલ્ડ બોયઝ ક્લબ હજુ પણ જાળવી રાખવામાં આવી રહી છે.

CJI DY ચંદ્રચુડે વધુમાં જણાવ્યું હતું કે મહિલા વકીલોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હોવા છતાં ચૂંટાયેલા બાર કાઉન્સિલ અને બાર એસોસિએશનમાં આ જોવા મળતું નથી.


આ પણ વાંચો:
Arvind Kejriwal Arrest: CJI ચંદ્રચુડે કેજરીવાલની અરજી પર સુનાવણી ના કરી, સ્પેશિયલ બેંચ સમક્ષ જવા કહ્યું

ભારતના ચીફ જસ્ટિસે કહ્યું કે ભલે મહિલા વકીલોની સંખ્યા ઝડપથી વધી રહી છે, પરંતુ તે જ વલણ આપણા ચૂંટાયેલા બાર એસોસિએશનો અથવા તો અમારી બાર કાઉન્સિલમાં પણ જોવા મળતું નથી. જ્યારે ચૂંટણી લડવામાં કોઈ ઔપચારિક અવરોધો નથી. તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શા માટે વધુ મહિલાઓ બાર એસોસિએશન કે બાર કાઉન્સિલમાં ચૂંટણી લડતી નથી અને જીતતી નથી?

તેઓ બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચ ખાતે હાઈકોર્ટ બાર એસોસિએશનના ત્રણ દિવસીય શતાબ્દી સમારોહને સંબોધી રહ્યા હતા. જ્યાં તેમણે કોર્ટ દ્વારા આપવામાં આવેલા પડતર કેસો અને ચુકાદાઓ પર ટિપ્પણી કરવાની બાર એસોસિએશનના સભ્યોની વૃત્તિ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા.


આ પણ વાંચો:
CJI DY ચંદ્રચુડે સુપ્રીમ કોર્ટના રસોઇયાની દીકરીનું કર્યું સન્માન, કારણ જાણો

તેમના ભાષણમાં, CJI ચંદ્રચુડે પણ બાર સહિત ન્યાયતંત્રમાં મહિલાઓના પ્રતિનિધિત્વની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. CJI એ હાઇલાઇટ કર્યું કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં એક પણ મહિલા પદાધિકારી નથી. એ જ રીતે, તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનની કારોબારી સમિતિમાં માત્ર એક મહિલા સભ્ય હતી.

સીજેઆઈએ બાર અને બેંચના 2021ના અહેવાલને પણ ટાંક્યો હતો, જેમાં ખુલાસો થયો હતો કે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સ્ટેટ બાર કાઉન્સિલમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં માત્ર 2.04 ટકા મહિલાઓ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રાહુનો મીન રાશિમાં પ્રવેશ કઈ રાશિને ફળશે Bollywood Beauties Captivate as Enchanting Tawaifs Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup!