નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

પુણે, શિરડી સહિત દેશની 96 બેઠક પર પ્રચારના પડઘમ શાંત થયા

લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 બેઠકો પર સોમવારે મતદાન
નવી દિલ્હી: મહારાષ્ટ્રની 11 બેઠકો સહિત લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં મતદાન માટે જનારી 96 બેઠકો પર શનિવારે પ્રચારના પડઘમ શાંત થયા હતા. લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 લોકસભા મતવિસ્તારોમાં સોમવાર, 13 મે, 2024 ના રોજ મતદાન થશે.

આંધ્ર પ્રદેશની તમામ 25 બેઠક પર મતદાન થશે જ્યારે તેલંગાણાની 17 જેટલી બેઠકો પર મતદાન થશે. તે સિવાય ઉત્તર પ્રદેશની 13, મહારાષ્ટ્રની 11, મધ્ય પ્રદેશની 8, પશ્ર્ચિમ બંગાળની 8 અને બિહાર અને ઝારખંડની પાંચ-પાંચ બેઠકો પર પણ મતદાન થવાનું છે. ઓડિશાની ચાર અને જમ્મુ-કાશ્મીરની એક બેઠક પર પણ મતદાન થવાનું છે. આ બધી જ બેઠકો પર શનિવારે સાંજે પાંચ વાગ્યે પ્રચાર બંધ કરી દેવામાં આવ્યો હતો.

મહારાષ્ટ્રની નંદુરબાર, જળગાંવ, રાવેર, જાલના, ઔરંગાબાદ, માવળ, પુણે, શિરુર, અહમદનગર, શિરડી, બીડ, ઉત્તર પ્રદેશમાં શાહજહાંપુર, ધૌરાહરા, ખેરી, હરદોઈ, ફરુખાબાદ, મિસરીખ, સીતાપુર, ઉન્નાવ, ઈટાવા, કાનપુર, ક્ધનૌજ, અકબરપુર અને બહરાઈચ સીટો પર ચૂંટણી યોજાશે. આંધ્ર પ્રદેશની અરાકુ (એસટી), શ્રીકાકુલમ, વિજિયાનગરમ, વિશાખાપટ્ટનમ, અનાકાપલ્લી, કાકીનાડા, અમલાપુરમ (એસસી), રાજામુન્દ્રી, નરસાપુરમ, એલુરુ, મછલીપટ્ટનમ, વિજયવાડા, ગુંટુર, નરસારોપેટ, બાપટલા (એસસી), ઓન્ગોલ, કુર્ણાલ, નંદી નેલ્લોર, તિરુપતિ (એસસી), રાજમપેટ, ચિત્તૂર (એસસી) બિહારની દરભંગા, ઉજિયારપુર, સમસ્તીપુર, બેગુસરાય, મુંગેર, જમ્મુ અને કાશ્મીરની શ્રીનગર, મધ્ય પ્રદેશની દેવાસ, ઉજ્જૈન, મંદસોર, રતલામ, ધાર, ઈન્દોર, ખરગોન, ખંડવા, ઓડિશાની કાલાહાંડી, નબરંગપુર (એસટી), બેરહામપુર, કોરાપુટ (એસટી), તેલંગણાની આદિલાબાદ (એસટી), પેદ્દાપલ્લી (એસસી), કરીમનગર, નિઝામાબાદ, ઝાહિરાબાદ, મેડક, મલકાજગીરી, સિકંદરાબાદ, હૈદરાબાદ, ચેવેલ્લા, મહબૂબનગર, નાલગોંડા, નાગરકુર્નૂલ (એસસી), ભુવનગીરી, વારંગલ (એસસી), મહબૂબાબાદ (એસટી) , ખમ્મામ, પશ્ચિમ બંગાળની બહેરામપુર, કૃષ્ણનગર, રાણાઘાટ, બર્ધમાન પૂર્વા, બર્દવાન-દુર્ગાપુર, આસનસોલ, બોલપુર, બીરભૂમ, ઝારખંડની સિંહભૂમ, ખુંટી, લોહરદગા, પલામૌ બેઠક પર સોમવારે મતદાન થવાનું છે.
આ તબક્કાના મહત્ત્વના ઉમેદવારોમાં પંકજા મુંડે (ભાજપ), અખિલેશ યાદવ (સપા), યુસુફ પઠાણ (ટીએમસી), અધીર રંજન ચૌધરી, મહુઆ મોઇત્રા (ટીએમસી), માધવી લથા (ભાજપ), બંડી સંજય કુમાર, ગિરિરાજ સિંહ (ભાજપ), વાયએસ શર્મિલા (કોંગ્રેસ), અર્જુન મુંડા (ભાજપ), શત્રુઘ્ન સિંહા (ટીએમસી)નો સમાવેશ થાય છે. (એજન્સી)

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker