Viral News: 14 વર્ષના બાળકના પેટમાંથી નીકળી બ્લેડ, ખીલી સહિત 56 વસ્તુઓ, ડૉક્ટર્સ પણ થઈ ગયા હેરાન
Trending News: ઉત્તર પ્રદેશના હાથરસમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 13 વર્ષીય કિશોરના પેટના ઓપરેશન દરમિયાન 56 વસ્તુઓ નીકળી હતી. જેને જોઈ ડૉક્ટર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. બાળકના પેટની સર્જરી દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં થઈ હતી. તબીબોએ ઘણી મહેનત કરીને બાળકના પેટમાંથી કુલ 56 વસ્તુઓ બહાર કાઢી હતી. તેમ છતાં બાળકનો જીવ બચાવી શકાયો નહોતો.
શું છે સમગ્ર મામલો
હાથરસ જિલ્લાના બેલોઠ ગામમાં રહેતાં 13 વર્ષીય પુત્ર આદિત્ય શર્માને પેટમાં દુખાવો થતો હતો. પરિવારજનો જ્યારે તેને ડૉક્ટર પાસે લઈ ગયા તો પ્રારંભિક તપાસમાં કઈંક અનોખો મામલો લાગ્યો હતો. જેથી તેને વધુ સારવાર માટે દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. વિવિધ રિપોર્ટ બાદ ડૉક્ટરોએ સર્જરીનો ફેંસલો કર્યો હતો.
ડૉક્ટરોએ સર્જરી કરવાનું શરૂ કર્યું ત્યારે પેટમાંથી ખીલી, કાચના ટુકડા, બ્લેડ, પેન, નટ-બોલ્ટ, સિક્કા તથા અન્ય ધાતુઓ મળી કુલ 56 વસ્તુઓ નીકળી હતી. બાળકના પેટમાંથી નીકળેલી વસ્તુઓ જોઈને ખુદ ડોક્ટર્સ પણ હેરાન રહી ગયા હતા. ડૉક્ટરો અનુસાર આવો દુર્લભ મામલો મેડિકલ ઇતિહાસમાં ખૂબ ઓછો જોવા મળે છે.
આપણ વાંચો: પગની સર્જરી કરાવવા આવ્યો 9 વર્ષનો બાળક અને ડોક્ટરોએ કર્યું કંઈક એવું કે…
સર્જરી છતાં ન બચાવી શકાયો બાળકનો જીવ
ઓપરેશન દરમિયાન ડૉક્ટરોએ શક્ય તમામ કોશિશ કરી હતી છતાં બાળકનો જીવ બચાવી શકાયો નહોતો. હૉસ્પિટલે મામલાની ગંભીરતાને જોતાં પરિવારને માહિતી આપી અને દુખ વ્યક્ત કર્યું હતું. ડૉક્ટરો મુજબ, આ પ્રકારની ઘટના માનસિક સ્વાસ્થ્યના વિકાર કે સિન્ડ્રોમ જેવી સ્થિતિના કારણે થાય છે.
જેમાં વ્યક્તિ વિચિત્ર કે ન ખાવાની ચીજોનું સેવન કરવા લાગે છે. આ મામલે ડૉક્ટરો અને મનોવૈજ્ઞાનિકોનું કહેવું છે કે ઘટનાથી અન્ય પરિવારોએ સતર્ક રહેવું જોઈએ અન બાળકોમાં કોઈપણ અસમાન્ય પ્રવૃત્તિને નજરઅંદાજ ન કરવી જોઈએ.
મૃતક કિશોરના પિતાએ જણાવ્યું કે, ડૉક્ટરોએ તેમને કહ્યું કે તેમના બાળકના હૃદયના ધબકારા 280 છે.
હૃદયના આ ધબકારા જોઈને ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા કે બાળક કેવી રીતે જીવિત છે. ત્યારબાદ 27 ઓક્ટોબરે 5 કલાકના ઓપરેશન બાદ તેના પેટમાંથી તમામ વસ્તુઓ બહાર કાઢવામાં આવી હતી. જ્યારે ફરીથી સ્કેનિંગ કરવામાં આવ્યું ત્યારે પેટ સંપૂર્ણપણે સાફ હતું.
થોડા સમય પછી, જ્યારે દુખાવો થતો હતો, ત્યારે ફરીથી સોનોગ્રાફી કરવામાં આવી હતી. તેના પેટમાંથી વધુ ત્રણ વસ્તુઓ જોવા મળતાં ઓપરેશનથી બહાર કાઢવામાં આવી હતી. થોડા કલાકો પછી 28 ઓક્ટોબરના રોજ તેનું મૃત્યુ થયું હતું.