સ્પોર્ટસ

ભારતીય ઑલરાઉન્ડરે લંડનમાં કરાવી સર્જરી, ત્રણ મહિના નહીં રમે

લંડન: ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ આઇપીએલમાં રમ્યા પછી આઠ-દસ દિવસમાં ટી-20 વર્લ્ડ કપ માટે અમેરિકા પહોંચી ગયા, પરંતુ ઑલરાઉન્ડર શાર્દુલ ઠાકુર (Shardul Thakur)ની યોજના કંઈક જુદી જ હતી. તેણે પગમાં સર્જરી કરાવવાની હતી જે તેણે લંડન જઈને કરાવી છે.

32 વર્ષના શાર્દુલની સર્જરી સફળ રહી છે અને તે ત્રણ મહિના મેદાનથી દૂર રહેશે.

શાર્દુલે ઑપરેશન પછી ઇન્સ્ટાગ્રામ પર પોતાનો ફોટો શૅર કર્યો હતો અને કૅપ્શનમાં લખ્યું, ‘ઑપરેશન સફળ રહ્યું.’
તેણે પાંચ વર્ષ પહેલાં (2019માં) પણ પગમાં સર્જરી કરાવી હતી. તેને આ વખતે પગમાં સૌથી પહેલાં દુખાવો આ વર્ષની શરૂઆતમાં સાઉથ આફ્રિકા ખાતેના પ્રવાસમાં થયો હતો. જોકે તેણે રણજી ટ્રોફીમાં કમબૅક કર્યું હતું અને મુંબઈને 42મું ટાઇટલ અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો : IND vs SA 2nd Test: રોહિત શર્માએ પ્રેક્ટિસ સેશનમાં પરસેવો પાડ્યો, શાર્દુલ ઠાકુર ઈજાગ્રસ્ત

આ વખતની આઇપીએલની સીઝનમાં તે ચેન્નઈ સુપર કિંગ્સ વતી રમ્યો હતો, પરંતુ તે નવ મૅચમાં ફક્ત પાંચ વિકેટ લઈ શક્યો હતો.

શાર્દુલનો બીસીસીઆઇ સાથે ગ્રેડ ‘સી’ વાર્ષિક કૉન્ટ્રૅક્ટ છે જે અનુસાર તેની સારવારનો ખર્ચ ક્રિકેટ બોર્ડે ઉપાડી લીધો છે.
તે આગામી ડોમેસ્ટિક સીઝનની શરૂઆત પહેલાં પૂર્ણપણે ફિટ થઈ જશે એવી ધારણા છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker