નેશનલ

પ. બંગાળમાં મમતા બેનરજીની TMCને સખત ટક્કર આપી રહી છે ……

દેશમાં લોકસભા ચૂંટણી પ્રચાર તેની ટોચ પર છે. પ્રથમ તબક્કાનો ચૂંટણી પ્રચાર 17 એપ્રિલે સમાપ્ત થઈ રહ્યો છે. એ પહેલા એક જાણીતા મીડિયા હાઉસે સર્વે કર્યો છે, જેનાં પરિણામ ચોંકાવનારા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં રાજ્યની 42માંથી 18 બેઠકો જીતનાર ભાજપ પોતાના પ્રદર્શનને રિપીટ કરવાનો પ્રયાસ કરી રહી છે. ટીએમસી છેલ્લી ચૂંટણીમાં જીતેલી 22 બેઠકો જાળવી રાખીને આ સંખ્યા વધુ વધારવા માંગે છે. રાજ્યની બે બેઠકો પર કોંગ્રેસનો કબજો છે. જો કે, સર્વેક્ષણના આંકડા બંગાળમાં અલગ વાર્તા કહી રહ્યા છે.

સર્વેમાં સંકેત આપવામાં આવ્યો છે કે ભાજપ રાજ્યમાં 20 બેઠકો કબજે કરી શકે છે જ્યારે TMC પણ એટલી જ બેઠકો જીતશે.


લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને આડે ત્રણ દિવસ બાકી છે. સર્વેમાં ટીએમસી 20 સીટો સાથે ભાજપ જેવો જ દેખાવ કરશે. બહેરામપુરથી કોંગ્રેસના અધીર રંજન જીતી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ સર્વેના આંકડા મમતા બેનરજીનું ટેન્શન ચોક્કસ વધારી દેશે એમ લાગે છે.


વોટ શેરની વાત કરીએ તો અહીં TMCને 44 ટકા વોટ શેર મળી રહ્યો છે. ભાજપને 42 ટકા વોટ શેર મળી રહ્યો છે, જ્યારે કૉંગ્રેસ અને ડાબેરી પક્ષને છ-છ ટકા વોટશેર મળી રહ્યો છે.


બંગાળના રાજકીય સમીકરણોની વાત કરીએ તો I.N.D.I.A એલાયન્સનો એક ભાગ હોવા છતાં પણ મમતા બેનરજીએ પ. બંગાળમાં એકલા હાથે લડવાનો નિર્ણય લીધો છે અને તેમણે લોકસભાની બધી સીટ પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. કૉંગ્રેસ અને ડાબેરી પક્ષોએ સત્તાવાર રીતે જોડાણની જાહેરાત કરી નથી પણ તેઓ મૌખિક રીતે એકબીજાને સમર્થન આપવાનો સંકેત આપીને ઉમેદવારોને મેદાનમાં ઉતારી રહ્યા છે. બંને એવી બેઠકો પર ઉમેદવારો ઉતારવાનું ટાળી રહ્યા છે જ્યાં કોઈ એક પક્ષ પહેલેથી જ ઉમેદવાર ઊભો કરી ચૂક્યો છે. ભાજપની વાત કરીએ તો તેણે અહીં 39 બેઠક પરથી પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. બાકીની ત્રણ સીટ પર ટૂંક સમયમાં ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Bollywood Beauties Captivate as Enchanting Tawaifs Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup! Post Office Scheme: Earn Rs 1,11,000 Yearly with This Government Scheme