નેશનલલોકસભા સંગ્રામ ૨૦૨૪સ્પોર્ટસ

ભારતીય ક્રિકેટરને ‘રાજકારણ’ ફળ્યું કે નહીંઃ જાણો 10 દિગ્ગજ ખેલાડીની ‘રાજકીય’ કુંડળી?

નવી દિલ્હીઃ ભારતીય રાજકારણમાં ફિલ્મી ઈન્ડસ્ટ્રીના કલાકારો જ નહીં, જાણીતા ક્રિકેટર્સે નસીબ અજમાવી ચૂક્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના બે પૂર્વ ખેલાડીને તૃણમુલ કોંગ્રેસે લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024)માં ઉતારીને સૌને ચોંકાવ્યા છે. બીજી બાજુ ટીમ ઈન્ડિયાના બોલર મહોમ્મદ શમીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ચૂંટણીના મેદાનમાં ઉતારવાની વાત છે, પણ ભૂતકાળમાં દિગ્ગજ ક્રિકેટર્સે રાજકારણમાં નસીબ અજમાવ્યું હતું, જેમાં અમુક સફળ રહ્યા અને અમુક નિષ્ફળ પણ રહ્યા હતા.

હાલમાં મહોમ્મદ શમી લોકસભાની ચૂંટણી લડશે કે નહીં એ ચિત્ર તો આગામી દિવસોમાં સ્પષ્ટ થશે, પરંતુ ભૂતકાળમાં એવા દસેક ક્રિકેટરે રાજકારણમાં ઝંપલાવ્યું હતું. 1983માં ટીમ ઈન્ડિયાના કેપ્ટન કપિલદેવની આગેવાનીમાં ભારત વર્લ્ડ કપ જીત્યું હતું. આ ટીમમાં કીર્તિ આઝાદ પણ હતા, જેમને તાજેતરમાં ટીએમસીએ પણ ટિકિટ આપી છે. કીર્તિ આઝાદ ભાજપવતીથી દરભંગા લોકસભા સીટ પરથી પણ ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા હતા. 2019માં કોંગ્રેસમાં જોડાયા પછી તૃણમુલ કોંગ્રેસમાં જોડાયા હતા. ફરી ટીએમસીએ તેમને સીટ આપી છે હવે જોવાનું શું થાય છે.

કીર્તિ આઝાદની માફક ટીમ ઈન્ડિયાના ધુરંધર બેટર નવજોત સિંહ સિદ્ધુ 2004 ભાજપમાં એન્ટ્રી કરીને રાજકીય કારકિર્દી શરુ કરી કરી હતી, જ્યારે અમૃતસરની સીટ પરથી જીત્યા પણ હતા. પક્ષ સાથે મતભેદને કારણે સિદ્ધુએ રાજીનામું આપવું પડયું હતું. એના પછી કોંગ્રેસમાં જોડાયા અને એક કેસમાં જેલમાં પણ જવા સુદ્ધા નોબત આવી હતી. ભારતીય ક્રિકેટ ટીમવતીથી 51 ટેસ્ટ, 136 વન-ડે સિદ્ધુએ રમ્યા હતા. રાજકારણ સિવાય કપિલ શર્માના શોમાં મહત્ત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા.

મહોમ્મદ અઝહરુદ્દીનનું નામ ક્રિકેટમાં બહુ જાણીતું હતું. ટીમ ઈન્ડિયાના પૂર્વ સુકાની એવા અઝહરુદ્દીનને મેચ ફિક્સિંગના આરોપોને કારણે ક્રિકેટની દુનિયાથી દૂર થવું પડ્યું હતું. 2009માં કોંગ્રેસમાં જોડાયા પછી યુપીની મુરાદાબાદ લોકસભાની ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા હતા, પરંતુ નિષ્ફળ રહ્યા હતા. ગયા વર્ષે તેલંગના વિધાનસભાની ચૂંટણીમાં પણ હાર્યા હતા. ખેર, અઝહરુદ્દીને રાજકારણ કરતા ક્રિકેટમાં બહુ નામ કમાવ્યું હતું. ભારતવતીથી 334 વન-ડેમાં 9,300થી વધુ રન બનાવ્યા હતા.

મહોમ્મદ કૈફે પણ રાજકારણમાં ઝંપલાવ્યું હતું. 13 ટેસ્ટમાં 624 અને 125 વન-ડેમાં 2,753 રન બનાવનારા મહોમ્મદ કૈફ ઉત્તર પ્રદેશની ફુલપુર લોકસભાની સીટ પરથી ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ ભાજપના કેશવ પ્રસાદ મૌર્યની સામે હાર્યો હતો. ઉત્તર પ્રદેશવતીથી કેપ્ટનશિપ કરી ચૂકેલા કૈફે પહેલી વખત રણજી ટ્રોફી જીતાડી હતી, જ્યારે છત્તીસગઢવતીથી છેલ્લી મેચ રમ્યા હતા.

ભારતીય ક્રિકેટ ટીમમાં સૌથી વધુ વિવાદમાં રહેલા શ્રીસંત પણ રાજકારણમાં નસીબ અજમાવી ચૂક્યો છે. 2016માં કેરળની વિધાનસભામાં ભાજપ વતીથી ચૂંટણી લડ્યો હતો, પરંતુ હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયા વતીથી 27 ટેસ્ટ, 53 વન-ડે રમી ચૂકેલા શ્રીસંતે 169 વિકેટ ઝડપી હતી. શ્રીસંત 2013માં કથિત સ્પોટ ફિક્સિંગને કારણે આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ 2020માં બીસીસીઆઈએ પ્રતિબંધ સાત વર્ષનો કર્યો હતો. એના પછી ડોમેસ્ટિક ક્રિકેટમાં વાપસી કરી હતી.

ગૌતમ ગંભીર પણ ક્રિકેટ જ નહીં, રાજકારણમાં પણ હંમેશાં વિવાદમાં રહ્યો છે. 2019માં લોકસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો હતો. ગંભીર 58 ટેસ્ટમાં 4154 રન બનાવ્યા હતા, જ્યારે 147 વન-ડેમાં 5,238 રન બનાવ્યા હતા. 2011ના વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શનને કારણે ભારતને વિજય અપાવવામાં મહત્ત્વનું યોગદાન હતું. સફળ રાજકારણી રહ્યા પછી પણ હવે ફરી રાજકારણમાં સક્રિય રહેવાને બદલે ફરી ક્રિકેટમાં એક્ટિવ રહેવા માગે છે.

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ સ્પિનર હરભજન સિંહ આમ આદમી પાર્ટી (આપ)ની ટિકિટ પરથી રાજ્યસભાના સાંસદ છે. 103 ટેસ્ટ, 236 વન-ડે અને 28 ટવેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમનારા હરભજન સિંહે 417 વિકેટ ઝડપી હતી. સફળ બોલર સાથે સફળ રાજકારણી રહ્યા છે.

વિનોદ કાંબલીએ પણ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં નસીબ અજમાવ્યું હતું, પરંતુ હાર્યો હતો. ભારતીય ટીમવતીથી 17 ટેસ્ટ, 104 વન-ડે રમી ચૂક્યો હતો. મનોજ તિવારી પણ પશ્ચિમ બંગાળની સરકારમાં રમતગમત પ્રધાન રહી ચૂક્યા હતા. 2021માં વિધાનસભાની ચૂંટણી પહેલા તૃણમુલ કોંગ્રેસમાં લડ્યા હતા. તિવારી શિવપુરની પરની વિધાનસભાની ચૂંટણીમાં જીત્યા હતા. તિવારી ભારતવતીથી 12 વન-ડે અને ત્રણ ટવેન્ટી-20 રમી ચૂક્યા છે.

આ ઉપરાંત, ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ચેતન શર્મા પણ 2009માં લોકસભાની ચૂંટણીમાં ફરિદાબાદની બેઠક પરથી ચૂંટણી લડયા હતા. ત્યારબાદ ભાજપમાં જોડાયા હતા. ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર રહી ચૂકેલા ચેતન શર્માએ 23 ટેસ્ટ અને 65 વન-ડે રમ્યા હતા. ચેતન શર્માએ 61 વિકેટ ટેસ્ટમાં જ્યારે વન-ડેમાં 67 વિકેટ ઝડપી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રાહુનો મીન રાશિમાં પ્રવેશ કઈ રાશિને ફળશે Bollywood Beauties Captivate as Enchanting Tawaifs Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup!