મણિપુરમાં ઉગ્રવાદીઓ અને ગામ લોકો વચ્ચે ફાયરિંગ: ચારનાં મોત

ઇમ્ફાલઃ મણિપુરના તેંગનૌપલ જિલ્લામાં આતંકવાદીઓ અને એક જ સમુદાયના ગામ લોકો વચ્ચે ગોળીબારમાં ચાર વ્યક્તિઓ માર્યા ગયા હતા.
પોલીસે જણાવ્યું હતું કે શુક્રવારે મોલનોમ વિસ્તારમાં એક અથડામણમાં યુનાઇટેડ કુકી લિબરેશન ફ્રન્ટ (યુકેએલએફ)ના એક ઉગ્રવાદી અને એક જ સમુદાયના ત્રણ ગ્રામીણ સ્વયંસેવકોનું મોત થયું હતું. જેના કારણે ગામ લોકોએ પોતાની જાતને યુકેએલએફના પ્રમુખ તરીકે ઓળખાવતા એસ.એસ.હાઓકિપના ઘરને આગ ચાંપી દીધી હતી.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં મણિપુર જેવી,સ્થિતિ થશે: શરદ પવાર
તેમણે કહ્યું કે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે. નોંધનીય છે કે મણિપુરમાં ગયા વર્ષે મે મહિનાથી ઈમ્ફાલ ખીણમાં રહેતા મેઇતી અને અને પડોશી પર્વતીય વિસ્તારોમાં રહેતા કુકી સમુદાય વચ્ચેની વંશીય હિંસામાં 200 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને હજારો લોકો બેઘર થઈ ગયા છે.