શું કોંગ્રેસ વિજયની પાર્ટી સાથે ગઠબંધન કરશે? તમિલનાડુમાં રાહુલ ગાંધી કરવાના છે ખાસ બેઠક

નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટી કોઈ પણ રાજ્યમાં હવે સ્વતંત્ર રીતે સત્તામાં આવી શકે તેવી સ્થિતિ રહી નથી. એક સમય હતો જ્યારે કોંગ્રેસ દેશની સૌથી મોટી અને મજબૂત પાર્ટી હતી. પરંતુ હવે કોંગ્રેસ પાર્ટી ચૂંટણીમાં એક હાથે જીતી શકે તેવી સ્થિતિ રહી નથી. કોંગ્રેસ પાર્ટીને અન્ય પાર્ટીઓ સાથે ગઠબંધન કરવું જ પડે છે.
તમિલનાડુની વાત કરવામાં આવે તો અહીં છેલ્લા બે દશકથી કોંગ્રેસ ડીએમકે સાથે ગઠબંધનમાં ચૂંટણી લડે છે. પરંતુ આ વખતે બંને પાર્ટી વચ્ચે કઈ રંધાઈ રહ્યું હોય તેવું સૂત્રો જણાવી રહ્યાં છે.
આપણ વાચો: ‘જો કોંગ્રેસને મારી જરૂર ન હોય તો….’ આ દિગ્ગજ નેતા કોંગ્રેસ પાર્ટી છોડી શકે છે
ડીએમકે અને કોંગ્રેસના ગઠબંધન પર શંકાના વાદળ
સૂત્રોનું કહેવું છે કે, આગામી એપ્રિલ-મેની વિધાનસભા ચૂંટણીમાં ડીએમકે અને કોંગ્રેસ વચ્ચેનું ગઠબંધન શંકાના ઘેરામાં છે. કોંગ્રેસ તમિલનાડુમાં હવે વધારે બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે પરંતુ ડીએમકે માને તેમ નથી. એટલું જ નહીં પરંતુ ડીએમકે કોંગ્રેસને માત્ર ચૂંટણી લડવા માટે જ સાથે રાખે છે, સરકારમાં કોઈ હસ્તક્ષેપ કરવા દેવામાં આવતો નથી.
શનિવારે રાહુલ ગાંધી અને ખડગે તમિલનાડુમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક પણ થવાની છે. જેમાં તમિલનાડુમાં કોંગ્રેસની ભાવી ચૂંટણી રણનીતિની ચર્ચામાં કરવામાં આવશે.
આપણ વાચો: Manmohan Singh ના અસ્થિ વિસર્જનમાં કોંગ્રેસ નેતાઓની ગેરહાજરી અંગે કોંગ્રેસ પાર્ટીએ કરી આ સ્પષ્ટતા
કોંગ્રેસે સ્ટાલિન સરકાર પાસે 6 પ્રધાન પદ માંગ્યાં
અત્યારે ચર્ચા એવી ચાલી રહી છે કે, તમિલનાડુમાં કોંગ્રેસ અભિનેતા વિજયની પાર્ટી ટીવીકે સાથે ગઠબંધન કરવાનો વિચાર કરી રહી છે. કારણ એવું છે કે, કોંગ્રેસે સ્ટાલિન સરકાર પાસે હવે 6 પ્રધાન પદની માંગણી કરી છે.
પરંતુ ડીએમકે કોંગ્રેસને સરકારમાં સામેલ કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે. જેના કારણે વિવાદ થઈ રહ્યો છે. સ્ટાલિનની પાર્ટી તમિલનાડુમાં અલગ અલગ પાર્ટીઓ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડે છે પરંતુ સરકારમાં કોઈ ભાગીદારી આપવામાં આવતી નથી.
આપણ વાચો: … તો રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સર્વ વિધાનસભ્ય પાત્ર ઠરશે?
ડીએમકે અને કોંગ્રેસ વચ્ચે બેઠકોને લઈ વિવાદ થયો?
આ વખતે કોંગ્રેસે ડીએમકે સાથે ગઠબંધનમાં રહેવા માટે કોંગ્રેસ 35 બેઠકો માંગી છે, જ્યારે ડીએમકે માત્ર 19 બેઠકો જ આપવા માંગે છે. આ પહેલા કોંગ્રેસે 2006માં 48 બેઠકો, 2011માં 48 બેઠકો, 2016માં 48 બેઠકો અને 2021ની વિધાનસભા ચૂંટણીમાં 25 બેઠકો પર ચૂંટણી લડી હતી.
પરંતુ હવે કોંગ્રેસ 2026ની ચૂંટણીમાં 35 બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે. જે ડીએમકેને મંજૂર નથી. જેથી કોંગ્રેસ વિજયની પાર્ટી ટીવીકે પાર્ટી સાથે ગઠબંધન કરવાનો વિચાર કરી રહી છે.
ટીવીકે કોંગ્રેસને 60 બેઠકો આપવા તૈયાર છેઃ સૂત્રો
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ટીવીકે પાર્ટીએ કોંગ્રેસને ઓફર પણ આપી છે. ટીવીકે કોંગ્રેસને 60 બેઠકો આપવા તૈયાર છે અને સાથે સાથે સત્તામાં પણ ભાગીદારી આપવા માટે તૈયાર છે. કોંગ્રેસની વિજય સાથે બેઠકો પણ વધી રહી છે. વિજય લોકપ્રિય અભિનેતા છે એટલે કોંગ્રેસ તેના સહારે તમિલનાડુ હાંસલ કરવા માંગે છે.
કોંગ્રેસ પરોક્ષ રીતે વિજયને મદદ પણ કરી રહી છે. વિજયની આગામી ફિલ્મ માટે પણ કોંગ્રેસ સમર્થનમાં આવી હતી. એટલું જ નહીં પરંતુ રાહુલ ગાંધીની નજીકના નેતા પ્રવીણ ચક્રવતીએ વિજય સાથે મુલાકાત પણ કરી હતી.
હવે જોવાનું એ રહેલ છે કે, કોંગ્રેસ તમિલનાડુમાં કોની સાથે ગઠબંધન કરશે? એટલું જ નહીં પરંતુ ડીએમકે વિના કોંગ્રેસ શું તમિલનાડુમાં ચૂંટણી જીતી શકશે? તે પણ એક સવાલ છે.



