સંજય કપૂર સંપત્તિ વિવાદ: સુપ્રીમ કોર્ટે કરિશ્મા કપૂર પાસે છૂટાછેડાના દસ્તાવેજો માંગ્યા

નવી દિલ્હી: જૂન 2025માં સંજય કપૂરનું અવસાન થયું હતું અને સંજય કપૂરના અવસાન બાદ તેની સંપત્તિની વહેંચણીને લઈને વિવાદ ઊભો થયો છે. કરિશ્મા કપૂરે પોતાના સંતાનો સમાયરા અને ક્રિયાન વતી દિલ્હી હાઈ કોર્ટમાં અરજી દાખલ કરીને સંજય કપૂરની વિધવા પત્ની પ્રિયા સચદેવ પર વસિયત છૂપાવી રાખવાના આક્ષેપો કર્યા હતા. આ કેસમાં હવે એક મોટો વળાંક આવ્યો છે, જેને લઈ હવે સુપ્રીમ કોર્ટે કરિશ્મા કપૂર પાસે તેના સંજય કપૂર સાથેના છૂટાછેડાના દસ્તાવેજોની માંગણી કરી છે.
સંપત્તિના વિતરણના કેસને લઈને સંજય કપૂરની વિધવા પત્ની પ્રિયા સચદેવા (કપૂર) હવે સુપ્રીમ કોર્ટના દ્વારા ખખડાવ્યા છે. પ્રિયા સચદેવાએ કરિશ્મા કપૂર અને સંજય કપૂરના થયેલા છૂટાછેડાની કાર્યવાહીના ગુપ્ત દસ્તાવેજોની માંગણી કરી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પ્રિયા કપૂરે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને 2016માં થયેલા કરિશ્મા કપૂર અને સંજય કપૂરના છૂટાછેડાની કાર્યવાહીના તમામ દસ્તાવેજોની સર્ટિફાઈડ કોપી માંગી છે.
પ્રિયા સચદેવા (કપૂર)ની આ અરજી પર જસ્ટિસ એ.એસ. ચંદુરકરની અધ્યક્ષતાવાળી ખંડપીઠ સુનાવણી કરશે. જેમાં સામે આવશે કે કરિશ્મા કપૂરે પોતાના છૂટાછેડાના દસ્તાવેજો પ્રિયા સચદેવા (કપૂર)ને બતાવવા કે નહીં. મળતી માહિતી મુજબ પૂર્વ દંપતિ વચ્ચે થયેલી નાણાકીય સમજૂતિઓ અને બાળકોની કસ્ટડીની વ્યસ્થાને લગતી જાણકારીઓ મેળવવાના હેતુથી પ્રિયા સચદેવા (કપૂરે) આ દસ્તાવેજોની માંગણી કરી છે. આ દસ્તાવેજો તેમના સંપત્તિ વિતરણના કેસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, કરિશ્મા કપૂરે પોતાના સંતાનો વતી સંજય કપૂરની 30 હજાર કરોડની સંપત્તિમાં 20-20 ટકાનો ભાગ માંગ્યો છે. દિલ્હી હાઈ કોર્ટમાં ચાલી રહેલા આ કેસની એક સુનાવણીમાં પ્રિયા સચદેવા (કપૂર)ના વકીલ રાજીવ નાયરે જણાવ્યું હતું કે, “તેમના સ્વર્ગસ્થ પતિએ એક ટ્રસ્ટ બનાવ્યો હતો. કોર્ટમાં કેસ ફાઈલ થયાના પાંચ દિવસ પહેલા ટ્રસ્ટના દસ્તાવેજો અનુસાર રૂ. 1900 કરોડની સંપત્તિ બાળકોના નામે કરી દેવામાં આવી હતી.
વાદી પક્ષે જણાવવું જોઈતું હતું કે પૂર્વ પત્ની સાથે થયેલી છૂટાછેડાની કાર્યવાહી સુપ્રીમ કોર્ટમાં પૂરી થઈ હતી. તે અમારા દિવંગત પતિ છે, તેમના પ્રત્યે થોડી સહાનુભૂતિ છે. હું વિધવા છું. હું તેમની છેલ્લી કાયદેસરની પત્નીના રૂપે હતી. ત્યારે તમે ક્યાં હતા? તમારા પતિ તમને ઘણા વર્ષો પહેલા છોડીને ચાલ્યા ગયા હતા.”



