નેશનલ

W.bengalમાં 2010 પછી જારી કરાયેલા તમામ OBC પ્રમાણપત્રો રદ્, કલકત્તા હાઈકોર્ટના આદેશના મહત્વના મુદ્દા જાણો

પશ્ચિમ બંગાળની મમતા સરકારને ફરી એકવાર કલકત્તા હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં 2010 પછી જારી કરાયેલા તમામ OBC પ્રમાણપત્રો રદ કરી દીધા છે. હાઈકોર્ટનો આ નિર્ણય મમતા સરકાર માટે મોટો ફટકો છે, કારણ કે તેના કારણે તેમની સરકાર દ્વારા આપવામાં આવેલા તમામ OBC પ્રમાણપત્રો રદ કરવામાં આવ્યા છે. કોર્ટે 2010 પછી આપેલા પ્રમાણપત્રો રદ કરવાનો આદેશ આપ્યો છે.

જ્યારે, મમતા બેનર્જી 2011 થી પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન છે. ન્યાયાધીશો તપબ્રત ચક્રવર્તી અને રાજશેખર મંથાની ડિવિઝન બેન્ચે OBC પ્રમાણપત્ર આપવાની પ્રક્રિયાને પડકારતી PIL પર આ ચુકાદો આપ્યો હતો. કોર્ટે 2010 પછી બનેલી OBC યાદીને ગેરકાયદેસર જાહેર કરી છે. OBC યાદી રદ થવાને કારણે લગભગ 5 લાખ OBC પ્રમાણપત્રો રદ થવા જઈ રહ્યા છે. કલકત્તા હાઈકોર્ટે નોંધ્યું હતું કે આ પ્રમાણપત્રો કોઈપણ નિયમોનું પાલન કર્યા વિના આપવામાં આવ્યા હતા.

આપણે આ આખા કેસને વિગતવાર સમજીએ. 2012માં મમતા સરકારે એક કાયદો લાગુ કર્યો હતો. આ કાયદામાં ઓબીસી વર્ગ માટે સરકારી નોકરીઓમાં અનામતની જોગવાઈ છે. આ જોગવાઈથી OBC-A અને OBC-B નામની બે શ્રેણીઓ બનાવવામાં આવી હતી, જેમાં ઘણી જાતિઓનો અન્ય પછાત વર્ગોમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

મમતા સરકાર દ્વારા મુસ્લિમ સમુદાયની 77 જાતિઓને OBC પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું જેનાથી તેઓ સરકારી નોકરીઓમાં અગ્રતા મેળવવા પાત્ર બનતા હતા. મમતા સરકારની મુસ્લિમ સમુદાયોને OBC પ્રમાણપત્ર આપવાની પ્રક્રિયાને PIL દ્વારા હાઇ કોર્ટમાં પડકારવામાં આવી હતી. અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે 2010થી જારી કરાયેલા તમામ OBC પ્રમાણપત્રોમાં 1993ના પશ્ચિમ બંગાળ OBC વર્ગ અધિનિયમને બાયપાસ કરવામાં આવ્યો છે. જેઓ સાચા અર્થમાં OBC વર્ગના હતા તેમને પ્રમાણપત્રો આપવામાં આવ્યા ન હતા.

હાઈકોર્ટે કહ્યું કે 1993ના કાયદા હેઠળ સરકાર ઓબીસી યાદી બનાવતી વખતે OBC વર્ગ આયોગનો અભિપ્રાય અને સલાહ લેવા માટે બંધાયેલી છે. હાઈકોર્ટે કહ્યું હતું કે મુસ્લિમોની 77 જાતિઓને પછાત વર્ગમાં સામેલ કરીને તેમનું અપમાન કરવામાં આવ્યું છે. આ બધું વોટ બેંક અને ચૂંટણીના ફાયદા માટે કરવામાં આવ્યું છે.

હાઈકોર્ટના આ નિર્ણયથી લગભગ પાંચ લાખ લોકોને અસર થવાની શક્યતા છે. હાઈકોર્ટના આ નિર્ણયનો અર્થ છે કે 2010 થી 2024 વચ્ચે જારી કરાયેલા તમામ OBC પ્રમાણપત્રો હવે અમાન્ય ગણવામાં આવશે. હાઈકોર્ટે એમ પણ કહ્યું કે હવેથી મુસ્લિમ સમુદાયની આ 77 જાતિઓને અનામત આપીને નોકરી નહીં આપી શકાય.

હાઈકોર્ટના આદેશ પર હવે OBC વર્ગ આયોગની સલાહ લઈને નવી યાદી બનાવવામાં આવશેઅને ત્યાર બાદ તેને વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. જોકે, આ મુદ્દે પ. બંગાળના સીએમ મમતા બેનરજીની પ્રતિક્રિયા પણ આવી છે. તેમણે હાઇ કોર્ટના આદેશને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઇન્ટરનૅશનલ રમી ચૂક્યા છે પાંચ ભારેખમ ક્રિકેટર નરેન્દ્ર મોદી ફરી એક વાર બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તારક મહેતાની સોનૂનું કમબેક લાંબા સમય સુધી બેસીને કામ કરવાની આડઅસર