આપણું ગુજરાતનેશનલ

BJP Candidate First List: ભાજપની પ્રથમ યાદીમાં 195 નામ જાહેર, PM મોદી વારાણસીથી, ગુજરાતની 26 માંથી 15 બેઠકોના નામ જાહેર

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી (Loksabha Election 2024) માટે 195 લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે (BJP Candidate first list). આ યાદીમાં પીએમ મોદી (PM Narendra Modi) સહિત 34 કેન્દ્રીય મંત્રીઓના નામ સામેલ છે. બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે પીએમ મોદીની અધ્યક્ષતામાં 29 ફેબ્રુઆરીએ મળેલી પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં 16 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની લોકસભા સીટો માટેના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. હતા, જેની આજે અમે જાહેરાત કરી રહ્યા છીએ. વિનોદ તાવડેએ કહ્યું કે પીએમ મોદી ફરી એકવાર વારાણસીથી ચૂંટણી લડશે.

ગુજરાતની બેઠકોની વાત કરીએ તો રાજકોથી પુરુષોતમ રૂપાલા, કચ્છથી વિનોદ ચાવડા રિપીટ, બનાસકાંઠાથી રેખા ચૌધરી, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી મનસુખ માંડવિયા, અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણા, જામનગરથી પુનમ માડમ રિપીટ, ખેડાથી દેવુસિંહ ચૌહાણ, ભરુચથી મનસુખ વસાવા, આણંદ મિતેશ પટેલ, દાહોદ જશવંતસિંહ ભાભોર, બરડોલીથી પ્રભુ વસાવા, પંચમહાલથી રાજપાલ જાદવ,નવસારીથી C R પાટિલના નામોની જાહેરાત થઈ છે.

લોકસભા બેઠકઉમેદવારકોણ કપાયું-કોણ રિપીટ
ગાંધીનગર અમિત શાહરિપીટ
રાજકોટ પુરુષોત્તમ રુપાલા મોહન કુંડારિયા
પાટણભારતસિંહ ડાભીરિપીટ
કચ્છવિનોદ ચાવડા રિપીટ
અમદાવાદ પશ્ચિમદિનેશ મકવાણાડૉ.કિરીટ સોલંકી
બનાસકાંઠા રેખાબેન ચૌધરીપરબત પટેલ
પોરબંદરમનસુખ માંડવિયારમેશ ધડુક
જામનગરપૂનમ માડમરિપીટ
આણંદમિતેશ પટેલરિપીટ
ખેડાદેવુસિંહ ચૌહાણરિપીટ
પંચમહાલરાજપાલસિંહ જાદવરતનસિંહ રાઠોડ
દાહોદજશવંતસિંહ ભાભોરરિપીટ
ભરૂચમનસુખ વસાવારિપીટ
બારડોલીપ્રભુભાઈ વસાવારિપીટ
નવસારીસી.આર. પાટીલરિપીટ

આ સમાચાર બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. અમે આ સમાચાર સતત અપડેટ કરી રહ્યા છે જેથી આ પેજને Refresh કરતાં રહો…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…