નેશનલલોકસભા સંગ્રામ ૨૦૨૪

લોકસભાની ચૂંટણી 2024: 2013 બાદ કૉંગ્રેસ હારી બાવન ચૂંટણી

12 ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને છોડી પાર્ટી, 47 મોટા નેતાઓનો પણ પક્ષત્યાગ

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ હવે એનડીએ અને ઈન્ડિયા ગઠબંધન એકબીજાની સામે આવી ગયા છે અને ભાજપના નેતા તેમ જ મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે તો 2013થી અત્યાર સુધીમાં કૉંગ્રેસના પરાજયના આંકડા જાહેર કરીને સનસનાટી ફેલાવી દીધી છે.

વિદિશા બેઠક પરથી લોકસભાના ઉમેદવાર શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે 2013થી અત્યાર સુધીમાં કૉંગ્રેસ બાવન (52) વખત ચૂંટણીમાં પરાજયનો સ્વાદ ચાખી ચૂકી છે. અત્યાર સુધીમાં તેમના 12 ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને 47 મોટા નેતાએ પાર્ટી છોડી દીધી છે.

શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા જાહેર કરવામાં આવેલી 2014થી 2020 સુધીમાં કૉંગ્રેસ છોડનારા મોટા નેતાઓની યાદીમાં હેમંતા બિસ્વા સરમા, ચૌધરી બિરેન્દર સિંહ, રણજીત દેશમુખ, જી. કે. વાસન, જયંતી નટરાજન, પેમા ખાંડુ, રીટા બહુગુણા જોશી, એન. બિરેન સિંહ, શંકર સિંહ વાઘેલા, ટોમ વડક્કન, જ્યોતિરાદિત્ય સિંધિયા, કે. પી. યાદવ, પ્રિયંકા ચતુર્વેદીનો સમાવેશ થાય છે.

2021માં કૉંગ્રેસ છોડનારા નેતાઓમાં પી. સી. ચાકો, જિતિન પ્રસાદ, સુષ્મિતા દેવ, લલિતેશ ત્રિપાઠી, લુઈજિન્હો ફલેરો, પંકજ મલિક, હરેન્દ્ર મલિક, કેપ્ટન અમરિન્દર સિંહ, રવિ નાયકનો સમાવેશ થાય છે.

2022માં કૉંગ્રેસમાંથી રાજીનામું આપનારા નેતાઓમાં ઈમરાન મસુદ, અદિતિ સિંહ, સુપ્રિયા એરોન, આરપીએન સિંહ, અશ્ર્વિની કુમાર, રિપુન બોરા, હાર્દિક પટેલ, સુનીલ જાખડ, કપિલ સિબ્બલ, કુલદીપ બિશ્ર્નોઈ, જયવીર શેરગીલ, ગુલામ નબી આઝાદ અને દિગમ્બર કામતનો સમાવેશ થાય છે.

2023માં પાર્ટી છોડનારા નેતામાં અનિલ એન્ટની અને સી. આર. કેસવનનો સમાવેશ થાય છે. જ્યારે 2024માં કૉંગ્રેસ છોડનારામાં મિલિંદ દેવરા, અશોક ચવ્હાણ, ગીતા કોડા, બાબા સિદ્દિકી, રાજેશ મિશ્રા, અમરીશ ઢેર, જગત બહાદુર અન્નુ, ચાંદમલ જૈન, બસવરાજ પાટીલ અને નારણ રાઠવાજીનો સમાવેશ થાય છે એવો દાવો શિવરાજ સિંહ ચૌહાણે કર્યો હતો.


કૉંગ્રેસ છોડનારા મુખ્ય પ્રધાનોમાં કિરણ કુમાર રેડ્ડી, કેપ્ટન અમરિન્દર સિંહ, એસ. એમ. કૃષ્ણા, દિગમ્બર કામત, વિજય બહુગુણા, પેમા ખાંડુ, અશોક ચવ્હાણ, એન. ડી. તિવારી, રવિ નાઈક, ગુલામ નબી આઝાદ, અજિત જોગી અને લુઈજિન્હો ફલેરિયોનો સમાવેશ થાય છે અને તેમાંથી આઝાદ અને જોગીએ પોતાની અલગ પાર્ટી બનાવી છે, બાકીના બધા જ ભાજપમાં જોડાઈ ગયા છે.

કૉંગ્રેસે જે ચૂંટણીઓમાં પરાજયનો સામનો કરવો પડ્યો તેમાં 2014 અને 2019ની લોકસભાની ચૂંટણી, 2017માં હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણી, 2013 અને 2023માં મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી, 2022ની પંજાબ વિધાનસભાની ચૂંટણી, હરિયાણાની વિધાનસભાની ચૂંટણી 2014 અને 2019, ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણી 2017 અને 2022, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2017 અને 2022, રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2013 અને 2023, ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2017 અને 2022, છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી 2013 અને 2023, બિહાર વિધાનસભા ચૂંટણી 2015 અને 2020, 2014ની ઝારખંડ વિધાનસભા ચૂંટણી, 2014 અને 2019ની સિક્કિમ વિધાનસભાની ચૂંટણી, 2016 અને 2021ની આસામ વિધાનસભાની ચૂંટણી, 2019ની અરુણાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી, નાગાલેન્ડ વિધાનસભાની 2013, 2018 અને 2023ની ચૂંટણી, મણિપુરની 2022ની ચૂંટણી, મિઝોરમની 2018ની ચૂંટણી, ત્રિપુરાની 2013, 2018 અને 2023ની ચૂંટણી, મેઘાલયની 2023ની ચૂંટણી, પશ્ર્ચિમ બંગાળની વિધાનસભાની 2016 અને 2021ની ચૂંટણી, મહારાષ્ટ્ર વિધાનસભાની 2014 અને 2019ની ચૂંટણી, ઓરિસાની 2014 અને 2019ની ચૂંટણી, ગોવા વિધાનસભાની 2017 અને 2022ની ચૂંટણી, કર્ણાટક વિદાનસભાની 2018ની ચૂંટણી, તેલંગણાની 2018ની ચૂંટણી, આંધ્ર પ્રદેશની 2014 અને 2019ની ચૂંટણી, તામિલનાડુની 2016 અને 2021ની ચૂંટણી, કેરળની 2016 અને 2021ની ચૂંટણીનો સમાવેશ થઈ રહ્યો હોવાનું શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…