આમચી મુંબઈમહારાષ્ટ્ર

સંજય રાઉત પર ફિલ્મ પ્રોડક્યુસરે કર્યાં ચોંકાવનારા આરોપો, વિસ્ફોટક પત્ર વાઈરલ

મરાઠી ફિલ્મ પ્રોડ્યુસરના પત્રથી ખળભળાટ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
બદલાપુરમાં બે માસુમ અને નિર્દોષ બાળકીઓ સાથે વિકૃત નરાધમે દુષ્કર્મ આચર્યું તેના પડઘા રાજ્ય સહિત આખા દેશમાં પડ્યા અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં વિરોધ પક્ષોએ જોરશોરથી તેનો વિરોધ કરી બંધનું એલાન કર્યું હતું. જોકે, બંધ પર પ્રતિબંધ મૂકતા હાઇ કોર્ટના આદેશને પગલે તેમણે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરી સંતોષ માન્યો.

જોકે, આ પ્રકરણે ઉદ્ધવ ઠાકરેએ મહિલા સુરક્ષા વિશે કરેલા એક ટ્વિટ પર એક મરાઠી ફિલ્મ પ્રોડ્યુસરે ઓપન લેટર(જાહેર પત્ર) દ્વારા આપેલી પ્રતિક્રિયા અને ઉદ્ધવ ઠાકરેના અત્યંત વિશ્વાસુ મનાતા રાજ્યસભા સાંસદ સંજય રાઉત પર મૂકેલા આરોપોને પગલે ખળભળાટ મચ્યો છે.

મરાઠી ફિલ્મોનો બનાવતી મહિલા પ્રોડ્યુસર ડોક્ટર સ્વપ્ના પાટકરે ઉદ્ધવે મહિલાઓ વિરુદ્ધ થતા અત્યાચાર વિશેના એક ટ્વિટ પર પોતાની પ્રતિક્રિયા આપતું ટ્વિટ કર્યું હતું. જેમાં ઉદ્ધવ ઠાકરનેને ટેગ કર્યા હતા અને પૂછ્યું હતું કે ‘નરાધમોને સજા થવી જ જોઇએ, પરંતુ તેમને બચાવનારા, તેમને બચાવવા પોલીસ પર દબાણ લાવનારા અને દબાણ હેઠળ આવી યોગ્ય કાર્યવાહી ન કરનારા પોલીસો પણ તેટલા જ વિકૃત છે’, આવું તમારું(ઉદ્ધવ ઠાકરેનું) ટ્વિટ વાંચી ખૂબ સારું લાગ્યું, પરંતુ મેં 2016થી 2021 સુધી તમને અનેક ઇ-મેઇલ કર્યા. ખરી પરિસ્થિતિ જણાવી. સંજય રાઉત મારો પીછો કરતા, મને ધમકાવતા અને તેમના સિવાય અન્ય કોઇ સાથે કામ ન કરવા માટે દબાણ કરતા. આ બધુ મેં તમને સ્પષ્ટ રીતે જણાવ્યું હતું.’

આ પણ વાંચો: Kolkataમાં મહિલા સુરક્ષાને લઇને ઉઠયા સવાલ ? જાણીતી અભિનેત્રી પર રોડ પર જ થયો હુમલો

તમારી ‘લાડકી બહેન’ માટે શું કરશો તે જણાવજો

સ્વપ્નાએ પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે મારા પર હુમલા થયા, મને અલગ અલગ પોલીસ સ્ટેશને બોલાવાતી, મને ઘરવિહોણી કરવાનો પ્રયત્ન કરાયો, મારું કામ બંધ કરી દેવાયું આ બધું જ મેં તમને જણાવ્યું છતાં તમે મારી મદદ ન કરી તેનું મને ખરાબ લાગ્યું. મને ફોન પર ગાળો આપી, મારી આજીવિકા છીનવી. હવે તમે બહેનો માટે લડવા તૈયાર થયા છો તો તમારી આ લાડકી બહેન માટે તમે શું કરો છો એ તમે ચોક્કસ મહારાષ્ટ્રની જનતાને જણાવજો. હું રાહ જોઉં છું. તમારી લાડકી બહેન. સ્વપ્ના પાટકર.

મહિલા અત્યાચાર વિશે રાઉત-આદિત્ય બોલે એ હાસ્યાસ્પદ: ભાજપ

ભાજપે આ મુદ્દે પત્રકાર પરિષદ યોજી સંજય રાઉત અને આદિત્ય ઠાકરે પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે મહિલા સુરક્ષા અને વિકૃતિ વિશે સંજય રાઉત અને આદિત્ય ઠાકરેનું ચારિત્ર્ય જોતા હવે તેમણે ફક્ત પીએચડી કરવાની જ બાકી છે. આદિત્ય ઠાકરેએ હોટેલમાં છૂપવાને બદલે દિશા સાલિયાન હત્યા-બળાત્કાર પ્રકરણે સામે આવીને કહેવું જોઇતું હતું કે તે નિર્દોષ છે. જ્યારે સંજય રાજારામ રાઉતને પહેલા ડૉક્ટર સ્વપ્ના પાટકરના કેસમાં પોતાનું નામ ચોખ્ખું કરવું જોઇએ.

Back to top button
રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker