અનિલ અંબાણીના હાથમાંથી નીકળી જશે આ ત્રણ કંપની….. ખરીદનાર કોણ છે તે જાણો…
મુંબઇઃ એશિયાના સૌથી અમીર વ્યક્તિ ગણાતા અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી હાલમાં ઘણા મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. મુકેશ અંબાણીની કમાણીનો ગ્રાફ દિવસેને દિવસે ઊંચો જઇ રહ્યો છે, અને અનિલ અંબાણી તેમની કંપની બચાવવામાં પડ્યા છે. તેમની કંપની પર ભારે દેવું છે.
તેમની દેવામાં ડૂબેલી કંપનીઓને વેચવાનો રસ્તો શોધી કાઢવામાં આવી રહ્યો છે. એક તરફ મુકેશ અંબાણી એક પછી એક કંપનીઓ ખરીદી રહ્યા છે તો બીજી તરફ ભારે દેવાના બોજમાં દબાયેલા અનિલ અંબાણી એક પછી એક પોતાની કંપનીઓ ગુમાવી રહ્યા છે. ટૂંક સમયમાં અનિલ અંબાણીના હાથમાંથી ત્રણ કંપનીઓ નીકળી શકે છે. તેમને ટૂંક સમયમાં ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) તરફથી લીલી ઝંડી મળી શકે છે.
આપણ વાંચો: દેવામાં ડૂબેલા અનિલ અંબાણીને મળશે 4,000 કરોડ રૂપિયા, જાણો ક્યાંથી આવશે આટલા પૈસા?
અહેવાલ મુજબ હિન્દુજા ગ્રુપની કંપની ઈન્ડસઈન્ડ ઈન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડ (IIHL)ને રિલાયન્સ કેપિટલની ત્રણ વીમા કંપનીઓ ખરીદવાની મંજૂરી મળી શકે છે.
નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ની મંજૂરી બાદ IIHL રિલાયન્સ કેપિટલને ખરીદવા જઈ રહી છે. તે રિલાયન્સ કેપિટલ રૂ. 9650 કરોડમાં ખરીદશે. આ માટે NCLTએ 27મી ફેબ્રુઆરીએ મંજૂરી આપી હતી. ડીલ મુજબ રિલાયન્સ કેપિટલ રિલાયન્સ જનરલ અને રિલાયન્સ હેલ્થમાં 100% હિસ્સો અને રિલાયન્સ નિપ્પોન લાઈફમાં 51% હિસ્સો IIHLને વેચશે. 29 નવેમ્બર, 2021 ના રોજ, RBI એ બોર્ડ ઓફ રિલાયન્સને વિસર્જન કર્યું હતું .