આમચી મુંબઈમહારાષ્ટ્ર
લાતુરમાં ટ્રક સાથે એસયુવી ટકરાઇ: મધ્ય પ્રદેશના ચાર વેપારીનાં મોત
મુંબઈ: લાતુર જિલ્લામાં પુરઝડપે આવી રહેલી ટ્રક સાથે એસયુવી (સ્પોર્ટ્સ યુટિલિટી વેહિકલ) ટકરાતાં મધ્ય પ્રદેશના કાપડના ચાર વેપારીનાં મોત થયાં હતાં.
નિલંગા-ઉદગીર માર્ગ પર બુધવારે બપોરે 12.30 વાગ્યે આ અકસ્માત થયો હતો. ટ્રક નિલંગાથી દેવની તરફ જઇ રહી હતી, જ્યારે એસયુવી વિરુદ્ધ દિશાથી આવી રહી હતી.
આપણ વાંચો: કોસ્ટલ રોડ પર પહેલો અકસ્માત: ટનલમાં કાર દીવાલ સાથે ટકરાતાં ટ્રાફિકને અસર
આ અકસ્માતમાં એસયુવીમાં સવાર ચાર વેપારીનાં ઘટનાસ્થળે મોત થયાં હતાં. મૃતકોની ઓળખ સંજય જૈન, રાજીવ જૈન, સચિન ઉર્ફે દીપક કુમાર જૈન અને સંતોષ જૈન તરીકે થઇ હતી. ચારેય જણ ઇન્દોરના રહેવાસી હતા. ચારેય વેપારી વ્યવસાય નિમિત્તે લાતુર આવ્યા હતા.
અકસ્માત બાદ ટ્રક ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. દેવની પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને ટ્રક ડ્રાઇવરની શોધ આદરી હતી. (પીટીઆઇ)