Supriya Sule Vs Sunetra Pawar: કોણ જીતશે, પરિવારના જ સભ્યએ કરી આગાહી | મુંબઈ સમાચાર

Supriya Sule Vs Sunetra Pawar: કોણ જીતશે, પરિવારના જ સભ્યએ કરી આગાહી

મુંબઈઃ અત્યારે આખા દેશના રાજકારણમાં હલચલ મચી ગઈ છે અને એમાં પણ જ્યારથી ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે ત્યારથી તો ગતિવિધિઓ એકદમ તેજ થઈ ગઈ છે.

મહારાષ્ટ્રમાં તો રાજકીય માહોલ એકદમ ગરમાઈ ગયો છે. એમાં પણ મહારાષ્ટ્રના બારામતીની સીટ પરની લડાઈ તો એકદમ રસપ્રદ બનવા જઈ રહી છે, કારણ કે આ સીટ પર નણંદ-ભાભી આમને સામને મેદાને પડ્યા છે. જી હા, અહીં વાત થઈ રહી છે સુપ્રિયા સુળે વર્સીસ સુનેત્રા પવારની. સુપ્રિયા સૂળે શરદ પવારની દીકરી છે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પાવરની બહેન પણ છે. જ્યારે સુનેત્રા પવાર એ અજિત પવારના પત્ની છે.

આપણ વાંચો: લોકસભાની ચૂંટણી 2024: ચુનાવ ક્યા ક્યા ખેલ કરવાયે સુપ્રિયા સુળે અને સુનેત્રા પવાર વચ્ચે ‘સામાન્ય’ દેખાવાની સ્પર્ધા

હવે આ બંનેમાંથી કોની જિત થશે એ વિશે પરિવારના જ એક સભ્યએ ભવિષ્યવાણી કરી છે. એટલું જ નહીં પણ શરદ પવાર અને અજિત પવારના વિવાદ પર પણ આ સભ્યએ પ્રતિક્રિયા આપી હતી. આવો જોઈએ કોણ છે આ સભ્ય અને તેણે શું કહ્યું છે…

શરદ પવારના બહેન સરોજ પાટીલે સુપ્રિયા સૂળે અને સુનેત્રા પવાર બંનેમાંથી બારામતીની સીટ પર કોણ વિજયી થશે એની ભવિષ્યવાણી કરતાં જણાવ્યું હતું કે હું બંનેને ખૂબ જ પ્રેમ કરું છું. સુનેત્રા ખૂબ જ મીઠ્ઠી છે, ગુણી છે અને સારા સ્વભાવની છે. પરંતુ તેનો અનુભવ ઓછો પડવાનો છે અને લોકોને એ વાતની જાણ છે. લોકો જો કોઈ અનુભવી નેતાને લોકસભામાં મોકલવા માગતા હશે તો તેઓ સુપ્રિયાને પોતાનો મત આપશે.

આપણ વાંચો: એક જ મંચ પર અજિત પવાર અને સુપ્રિયા સુળે સાથે જોવા મળ્યા પછી શું થયું જાણો?

આ સિવાય તેમણે સુપ્રિયા સૂળે વિશે વાત કરતાં જણાવ્યું હતું કે સુપ્રિયાનું મને આશ્ચર્ય થાય છે કારણ કે તે સોનાની ચમચી સાથે જન્મી છે અને અમે તેને ફૂલની જેમ સાચવી છે. અંગ્રેજી મીડિયમમાં તેનું ભણતર થયું છે અને તેણે પોતાની જાતમાં ઘણા બધા ફેરફારો કર્યા છે. લોકસભામાં તે જ્યારે બોલે છે ત્યારે વિપક્ષ પણ એની નોંધ લે છે. હવે તે મરાઠી પણ સારું બોલે છે, હિંદી પણ સારું બોલી લે છે પણ આ બધાને કારણે અમારા કુટુંબમાં ફૂટ નહીં પડે એ વાત તો ખૂબ જ સ્પષ્ટ છે, એવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

Back to top button