આમચી મુંબઈમહારાષ્ટ્ર

નાશિકની સીટ પર પણ શિવસેના VS શિવસેનાઃ શિંદેએ કરી ઉમેદવારની જાહેરાત

મુંબઈ: લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન સાતમી મેના યોજવામાં આવશે, જ્યારે મહારાષ્ટ્રમાં ચૂંટણીના દિવસે સ્કૂલ-કોલેજમાં રજા રહેશે. સાતમી મેના 11 સીટ પર મતદાન થશે. મહારાષ્ટ્રમાં શિવસેના વિરુદ્ધ શિવસેનાના ઉમેદવારો આમનેસામને લડશે. દક્ષિણ મુંબઈ અને ઉત્તર-પશ્ચિમ મુંબઈ બેઠક પર ઉમેદવારોની જાહેરાત કર્યા બાદ એકનાથ શિંદે જૂથ દ્વારા આજે વધુ એક ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી.

બહુચર્ચિત અને વિવાદમાં રહેલી નાશિકની બેઠક પરથી એકનાથ શિંદેએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. શિંદે જૂથની શિવસેના તરફથી નાશિક બેઠક પરથી હેમંત ગોડસેને ઉમેદવારી સોંપવામાં આવી છે.

આ બેઠક પર હેમંત ગોડસે વિરુદ્ધ ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના રાજાભાઉ રાજેને ઉમેદવારી આપવામાં આવી છે. એટલે કે નાશિક બેઠક પર પણ શિવસેના વિરુદ્ધ શિવસેનાનો જંગ જામશે. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન હેમંત તુકારામ ગોડસે આ બેઠક પર 5,63,599 મત મેળવીને વિજયી થયા હતા. તેમણે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (એનસીપી)ના સમીર ભુજબળને 2,92,204 મતથી હરાવ્યા હતા. સમીર ભુજબળને આ ચૂંટણી દરમિયાન 2,71,395 મત મળ્યા હતા.

આપણ વાંચો: નાશિકમાં ઓવરટેકના પ્રયાસમાં એસટી બસ ટ્રક સાથે ટકરાતાં ચારનાં મોત: 34 જખમી

ગોડસે 17મી લોકસભાના સભ્ય છે અને હાલ નાશિક લોકસભા બેઠક પરથી સાંસદ છે. તે શિંદે જૂથની શિવસેનાના છે અને એ પહેલા તે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે)માં હતા. 2009માં તે મનસે તરફથી અહીં ચૂંટણી લડ્યા હતા. જોકે, તેમાં એનસીપીના સમીર ભુજબળ વિરુદ્ધ તે 24,000 મતોથી હારી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે મુંબઈની અમુક બેઠકો ઉપરાંત નાશિકની બેઠકના મુદ્દે છેલ્લે સુધી મહાયુતિમાં મડાગાંઠ ચાલી રહી હતી. જોકે, આખરે આ બેઠક શિંદે જૂથના ફાળે આવી છે અને તેના પરથી હેમંત ગોડસેની ઉમેદવારી પણ જાહેર કરી દેવામાં આવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…