આમચી મુંબઈ

રોહિત શેટ્ટીના નિવાસસ્થાને ગોળીબારમાં દેશી બનાવટની અત્યાધુનિક પિસ્તોલનો ઉપયોગ…

મુંબઈ: ફિલ્મ ડિરેક્ટર રોહિત શેટ્ટીના નિવાસસ્થાને ગોળીબારની ઘટનાની તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને આંચકાજનક માહિતી જાણવા મળી હતી. ફાયરિંગ માટે દેશી બનાવટની અત્યાધુનિક પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

રોહિત શેટ્ટીના જૂહુ સ્થિત શેટ્ટી ટાવર પર શનિવારની મધરાતે સ્કૂટર પર આવેલા શૂટરે પિસ્તોલમાંથી પાંચ રાઉન્ડ ફાયર કર્યા હતા. પોલીસને ઘટનાસ્થળેથી પાંચ ખાલી કારતૂસ મળી આવી હતી, જે તપાસ માટે ફોરેન્સિક લૅબોરેટરીમાં મોકલી દેવાઈ હતી. પોલીસ બેલાસ્ટિક રિપોર્ટની રાહ જોઈ રહી છે.

દરમિયાન પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ગોળીબારમાં 7.62 એમએમની બૂલેટ્સનો ઉપયોગ કરાયો હતો. આ બૂલેટ્સનો ઉપયોગ મોટા ભાગે કૅલિબરમાં થાય છે. તેનો વ્યાસ અંદાજે 0.308થી 0.311 વચ્ચેનો હોય છે અને તેનો ઉપયોગ સામાન્ય રીતે રાઈફલ અને મશીન ગનમાં થાય છે. આ કૅલિબરની બે સામાન્ય વેરિયેન્ટ્સમાંથી એક એમ14, એફએન એફએએલ અને એમ60 તેમ જ બીજી એકે-47 અને એસકેએસ જેવી રાઈફલમાં થાય છે.

એક અધિકારીના કહેવા મુજબ આ બૂલેટ્સનું વજન સામાન્ય રીતે 123થી 175 ગ્રેન વચ્ચે હોય છે. તેનો વેગ અને ભેદક ક્ષમતા બહોળી હોય છે. આવી પિસ્તોલનો ગોળીબારમાં ઉપયોગ પોલીસ માટે ચિંતાનો વિષય બન્યો છે. શૂટરે ખરેખર કયા પ્રકારની પિસ્તોલ-બૂલેટ્સનો ઉપયોગ કર્યો તેની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે.

આ પણ વાંચો…રોહિત શેટ્ટીના નિવાસસ્થાને ગોળીબારનો સૂત્રધાર શુભમ લોણકર ચીનમાં સંતાયો?

ઘટનાસ્થળની તપાસ પછી પોલીસે અંદાજો લગાવ્યો હતો કે શેટ્ટી ટાવર નજીક શૂટર સાથે બિશ્ર્નોઈ ગૅન્ગના અન્ય પણ સભ્ય હોવા જોઈએ. જોકે સીસીટીવી ફૂટેજમાં માત્ર શૂટર નજરે પડે છે. તપાસ દરમિયાન શૂટરની ઓળખ થઈ હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે. તેની શોધ માટે પોલીસની 12 ટીમ અલગ અલગ સ્થળે મોકલવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button