આમચી મુંબઈમહારાષ્ટ્ર

કલ્યાણ, ડોમ્બિવલી અને બદલાપુરમાં વીજળીના ધાંધિયાઃ ગરમીથી શહેરીજનો પરેશાન

મુંબઈઃ કલ્યાણ, ડોમ્બિવલી અને બદલાપુરમાં શહેરના વિવિધ ભાગોમાં, છેલ્લા કેટલાક દિવસોથી, મહાવિતરણ પ્રી-મોન્સૂન મેન્ટેનન્સના નામે કોઈપણ પૂર્વ સૂચના વિના છ કલાક માટે વીજ પુરવઠો કાપી રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં તોફાન અને વરસાદ ન હોવા છતાં દરરોજ એક કલાક વીજ પુરવઠો બંધ રહે છે. દિવસભર ગરમીથી શહેરીજનો હેરાન પરેશાન થઇ ગયા છે.

ચોમાસા પહેલા વીજલાઈન સાથે જોડાયેલા વૃક્ષોની ડાળીઓ કાપવાની કામગીરી મહાવિતરણના કર્મચારીઓ દ્વારા ચાલી રહી છે. આ કામો દરમિયાન સંબંધિત વિસ્તારનો વીજ પુરવઠો બંધ થઈ જાય છે.

આ રીતે દિવસ દરમિયાન પાંચથી છ કલાક વીજ પુરવઠો બંધ રહેતાં મહાવિતરણને જે તે વિસ્તારમાં લાઉડ સ્પીકર અને પ્રચાર દ્વારા માહિતી આપી નાગરિકોને આગોતરી સૂચના આપવા માંગ કરી છે. મહાવિતરણ આવી કોઇપણ જાતની આગોતરી સૂચના વિના વીજ પુરવઠો બંધ કરી દેતા હોવાથી નાગરિકો રોષે ભરાયા છે.

છેલ્લા કેટલાક દિવસોથી કલ્યાણ પૂર્વ વિસ્તારના કાટેમાનીવલી, કોલસેવાડી, કૈલાસનગર, ચિંચપાડા, એફ કેબિન વિસ્તારોમાં દરરોજ પાંચથી છ કલાક વીજપુરવઠો બંધ છે. આવીજ રીતે બદલાપુર વેસ્ટમા અનેક ઠેકાણે આવી જ રીતે વીજળી ગમે ત્યારે મન ફાવે ત્યારે બંધ કરી દેવામાં આવે છે જેને કારણે લોકોને ઘરોમાં તમામ સુવિધાઓ હોવા છતાં ગરમીમાં શેકાવું પડે છે. ઘણા ઘરોમાં નાના બાળકો, વૃદ્ધો, પથારીવશ દર્દીઓ હોય છે તેઓ સૌથી વધુ હેરાન થાય છે.

કલ્યાણ ડોમ્બિવલી નગરપાલિકાના ભૂતપૂર્વ મેયર રમેશ જાધવે સામાન્ય વિતરણ અધિકારીઓને ચેતવણી આપતા કહ્યું કે મહાવિતરણ દ્વારા આ અઘોષિત પાવરકટ છે. તેને તરત જ રોકો. અન્યથા નાગરિકો રસ્તા પર ઉતરશે.

ડોમ્બિવલી પશ્ચિમમાં ગરીબચાપાડા, નવાપાડા, દેવીચાપાડા, મહારાષ્ટ્રનગર, ઉમેશનગર વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી દિવસમાં પાંચથી છ વખત વીજપુરવઠો બંધ થાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Airport પર આ રીતે Deepika Padukoneને સંભાળતો જોવા મળ્યો Ranveer Singh.. સોનાક્ષીની નણંદ પણ છાપે છે પૈસા 53 વર્ષ પહેલાં આવેલી Rajesh Khannaની ફિલ્મના એ સુપરહિટ ડાયલોગ… T-20માં વિરાટ કોહલી બાદ ભારતને એક stable captain મળ્યો નથી